google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratઅંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં હિઝાબ કઢાવવા બાબતે વાલીઓનો વિરોધ

અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં હિઝાબ કઢાવવા બાબતે વાલીઓનો વિરોધ

- ગણિતના પેપરમાં વિદ્યાર્થીનીઓ હિઝાબ પહેરીને આવી હતી : લાયન્સ સ્કૂલ અંકલેશ્વર GIDC માં બની હતી ઘટના - આચાર્ય અને ઓબર્વેશનના સસ્પેન્સનની કરી રજૂઆત : પોલીસ મથકે અરજી સ્વરૂપે આપી ફરિયાદ

અંક્લેશ્વર,

અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ પાસે હિજાબ કઢાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો અને આજરોજ વાલીઓનું ટોળું અંક્લેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાયન્સ સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તનના આક્ષેપ સાથે શાળામાં પહોંચ્યું હતું અને રજુઆત કરવામાં આવી હતી.

શાળાએ બોર્ડના સુપરવાઈઝરની સૂચનાથી પગલું લેવાયું હોવાનું જણાવી ઉપલી કક્ષાએ રજુઆત કરવા જણાવ્યું હતું.વાલીઓ જણાવી રહ્યા છે આ પગલાંથી બાળકીઓ બરાબર પરીક્ષા આપી શકી નથી.

મામલે ભારે ઉહાપોહ મચ્યો હતો.વાલી નાવેદ મલેકે જણાવ્યું હતું કે બાળકીઓ જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરાયું હતું આ સામે શિક્ષણ વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવશે અને તપાસ માંગવામાં આવશે.મામલે ભારે ઉહાપોહ મચ્યો હતો.વાલી નાવેદ મલેકે જણાવ્યું હતું કે બાળકીઓ જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરાયું હતું આ સામે શિક્ષણ વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવશે અને તપાસ માંગવામાં આવશે.

શાળા તરફે સંચાલક દિપક રૂપારેલ જણાવ્યું હતું કે શાળાનો આ નિર્ણય નથી.બોર્ડના અધિકારીઓની સૂચનાનું પાલન કરાયું છે.શાળામાં રજુઆત કરવાનો અર્થ રહેતો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!