google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratભરૂચ નેશનલ હાઈવે પરની એમિક્સ ઈન્ટરનેશનલ સ્કુલમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ...

ભરૂચ નેશનલ હાઈવે પરની એમિક્સ ઈન્ટરનેશનલ સ્કુલમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રખાતાઓ હોવાનો વાલીઓનો આક્ષેપ

- ફ્રી આપી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ એસી અને ડિજિટલ બોર્ડમાં અભ્યાસ તો આરટીઈ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એસી વિનાના ક્લાસરૂમ અભ્યાસ કરવા મજુબર - શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલમાં તપાસ અર્થે ટીમ મોકલાઈ તો શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા

ભરૂચ,
ગુજરાતમાં આરટીઈ હેઠળ સરકારના નિયમ મુજબ દરેક સ્કૂલમાં ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવે છે.તો બીજી તરફ શહેરની ધણી શાળાના સંચાલકોએ સરકારના નિયમનોને નેવે મૂકી દીધા હોય તેવી ઘટના ભરૂચની એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલ માંથી સામે આવી છે.જેમાં ધોરણ ૧ ના ૬ વર્ગ પૈકી ફ્રી આપી અભ્યાસ કરતા ૧ થી ૫ વર્ગમાં એસી અને ડિજિટલ બોર્ડ મુકવામાં આવ્યા છે જયારે આરટીઈ હેઠળ અભ્યાસ કરતા ધોરણ ૧ ના વિદ્યાર્થીઓને એસી વિનાના તેમજ અન્ય એકટીવી ન કરાવાતી હોવાના પગલે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.જોકે સમગ્ર ઘટના જીલ્લા શિક્ષણીધાકરી પાસે પહોંચતા તપાસ કરવામાં આવી હતી તો શિક્ષણ મંત્રીએ પણ ઘટનાની ગંભીરતા જોઈ તપાસના આદેશ આપ્યા હતા.
ભરૂચ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર લુવારા ગામ નજીક આવેલ એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં સરકારના નિયમ મુજબ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને સોશ્યલ એકટીવી અને એસી વિનાના વર્ગમાં બેસાડવામાં આવતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી નેતા યોગી પટેલની આગેવાનીમાં વાલીઓ સ્કૂલ ઉપર પહોંચ્યા હતા અને ત્યાં તપાસ કરવામાં આવતા સ્કૂલમાં ફી ભરી અભ્યાસ કરતા ધોરણ ૧ ના એ થી ઈ ના પાંચ વર્ગમાં એસી લગાડેલા હતા.જયારે એફ વર્ગ એટલે કે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ એસી વિનાના વર્ગમાં અને ડિજિટલ બોર્ડ વિના અભ્યાસ કરતા જોવા મળ્યા હતા.જેથી આ બાબતે શાળા સંચાલકનો સંપર્ક કરતા શાળાના ડિરેક્ટર ઉત્પલ શાહએ કહ્યું હતું કે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ અન્ય એકટીવી કરવી હોય તો એક્સ્ટ્રા ફ્રી આપવી પડશે અને એસી વર્ગમાં અભ્યાસ કરવો હશે તો જીલ્લા શિક્ષણ અધિકારી અમોને કહેશે તો એસી વર્ગમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીશું કહી પોતાનો બચાવ કર્યો હતો.
વાલીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે.જેથી વિદ્યાર્થીઓ ઉપર ખરાબ અસર થઈ રહી છે.જો વાલીઓ સક્ષમ હોત તો સરકારના નિયમ મુજબ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવ્યો ન હોત અને આરટીઈ હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોય તે ગંભીર બાબત છે.શું સ્કૂલ સંચાલકો સરકારની ઉપર છે તેવા આક્ષેપ સાથે જીલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવા પહોંચતા જાહેર રજા હોવાના કારણે કચેરીમાં બંધ હોવાથી વાલીઓએ વીલા મોઢે પરત ફરવું પડયું હતું.
વિદ્યાર્થી અગ્રણી યોગી પટેલે જણાવ્યું હતું કે શાળામાં નજરે નજર જોયું છે અને તેઓએ આક્ષેપ પણ કર્યો છે કે શાળા સંચાલકો આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને અભ્યાસ ન કરાવી શકતા હોય તો સરકારને લેખિતમાં કહી દેવું જોઈએ કે અમારી સ્કૂલની ફી ૬૮ હજાર છે જયારે સરકાર અમને આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ફ્રી ૧૦ હજાર આપે છે.તો આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓનો શું વાંક તેવા પ્રશ્નો ઉભા થયા છે.
એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આરટીઈના વિદ્યાર્થીઓ માટે અલગ ડિવિઝન ઉભું કરેલ તે બાબતે જીલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાઉલજીએ જણાવ્યું હતું કે અમારી એક ટીમ શાળા ખાતે મોકલી આપી છે અને તપાસ કરાવવામાં આવી રહી છે.દિલ્હી હાઈકોર્ટના જજમેન્ટની વાત હોય તો તે જજમેન્ટનું અમલીકરણ કરવા માટે સરકારે પરિપત્ર પાડવો જોઈએ જે નથી શાળા સંચાલકોએ લેખિતમાં બાંહેધરી આપવાનું વચન આપ્યું છે .
તો બીજી તરફ વિદ્યાર્થીઓ સાથે રાખવામાં આવતા ભેદભાવ બાબતે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સમગ્ર બાબતે તપાસ ના આદેશ આપ્યા હતા.
સમગ્ર પ્રકરણમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાના પગલે શાળા સંચાલકો સરકારના નિયમોને નેવે મૂકતા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે.આરટીઈ હેઠળ ગરીબી રેખામાં આવતા વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવતા હોય છે પરંતુ પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ સાથે વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!