Tuesday, February 27, 2024
spot_img
HomeCrimeઝઘડિયાના વંઠેવાડ ગામેથી સ્ટીલના વાલ્વ સાથે એક પરપ્રાંતીય ભંગારીયાને પેરોલ ફલો સ્કવોડે...

ઝઘડિયાના વંઠેવાડ ગામેથી સ્ટીલના વાલ્વ સાથે એક પરપ્રાંતીય ભંગારીયાને પેરોલ ફલો સ્કવોડે ઝડપી પાડયો

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા જીઆઈડીસીની આસપાસના સેલોદ વખતપુરા તલોદરા રંડેરી દધેડા કપલસાડી ફૂલવાડી જેવા ગામોમાં ગેરકાયદેસર રીતે ભંગારનો ધંધો કરનાર પરપ્રાંતીય ભંગારીયાઓ જવાબદાર પોલીસ અધિકારીઓના રહેમ નજર હેઠળ ચોરીના સામાન ખરીદવાનો ધંધો કરી રહ્યા છે જેના પગલે બિલાડીની ટોપની જેમ ભંગાર ચોરતી ટોળકીઓ સક્રિય થઈ છે.
આ સંદર્ભે પોલીસ મહાનિરીક્ષક વડોદરા તથા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા સૂચના આપેલી જેના સંદર્ભમાં આજરોજ પેરોલ ફ્લો સ્કોડ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.તે દરમ્યાન બાતમી મળેલ હતી કે ભંગારનો વેપાર કરતા ઈસ્લામ હરકુલ દિવાન જેની ભંગારની દુકાનમાં શંકાસ્પદ એસએસ ના વાલ્વ જેનો ઉપયોગ જીઆઈડીસી કંપનીઓમાં કરવામાં આવે છે તે વાલ્વ તેની દુકાનમાં સંતાડી રાખેલ છે.બાતમીના આધારે પેરોલ ફ્લો સ્કોડ દ્વારા ઈસ્લામ દિવાન ની વંઠેવાડ ખાતે આવેલ ભંગારની દુકાનમાં છાપો મારતા શંકાસ્પદ એસએસના વાલ્વ નંગ ચાર જેની કિંમત રૂપિયા ૨૦ હજાર સાથે ઈસ્લામ હરકુલ દિવાન હાલ રહે.વંઠેવાડ મૂળ રહે. મેવાત હરિયાણા ને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!