google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratજંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક યોજાઈ

જંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક યોજાઈ

- અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા અનુલક્ષી યોજાનાર કાર્યક્રમને લઈને કરાયું આયોજન

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અનુલક્ષીને શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં પ્રો.ડીવાયએસપી એમ પી મોદી, પીઆઈ એ.વી.પણમિયા સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સદર બેઠકમાં અયોધ્યા ખાતે થનાર ઉજવણી તથા જંબુસર શહેરમાં પણ વિવિધ કાર્યક્રમો ભગવાન રામની શોભાયાત્રા,ધૂન, મહા આરતી સહિતના કાર્યક્રમો થનાર હોય તે કોમી એખલાસ ભર્યા માહોલમાં થાય તે અંગે અપીલ કરી હતી તથા શોભાયાત્રા દરમ્યાન દરેક વિસ્તારમાં શાંતિ,ભાઈચારો કોમી એખલાસ જળવાઈ રહે તે અપીલ કરી હતી. આ અંગે જંબુસર નગરના અગ્રણીઓએ જણાવ્યું હતું કે જંબુસર નગરમાં દરેક તહેવાર હિન્દુ – મુસ્લિમ સમાજ દ્વારા એકતા અને ભાઈચારાથી ઉજવવામાં આવે છે અને આગામી દિવસોમાં પણ કોમી એખલાસ ભર્યું વાતાવરણ જળવાઈ રહેશે તેમ જણાવ્યું હતું.

સદર મિટિંગમાં અતુલભાઈ શાહ, ચંદ્રકાંત પટેલ, સાકીર મલેક,વિરેન શાહ,યુસુફખા પઠાણ, સિકંદરભાઈ,સમીર મલેક ,શક્તિ પટેલ સુભાષ મરાઠે,ઈમ્તિયાઝ સૈયદ,વિપુલભાઈ પટેલ,જીગર ગાંધી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!