google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratબકરા ઈદના તહેવારને અનુલક્ષી નબીપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

બકરા ઈદના તહેવારને અનુલક્ષી નબીપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

- નબીપુરના પીએસઆઈએ તમામ ધર્મના લોકોને શાંતિ કાયમ રાખવાની અપીલ કરી

(સલીમ કડુજી,નબીપુર)

આગામી તારીખ ૧૭ જૂન ના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઈદનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવનાર છે.ત્યારે ભરૂચ શહેર અને જીલ્લા માં પણ મુસ્લિમ સમાજ દ્વારા તહેવાર ઉજવવામાં આવનાર છે.જે સંદર્ભે ભરૂચ જીલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મથકની હદમાં આવતા ગામોના સરપંચો અને આગેવાનો સાથે નબીપુરના પીએસઆઈ એસઆરમેઘાણી ની અધ્યક્ષતા મા શાંતિ સમિતિની એક બેઠક ગઈકાલે પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી.જેમાં નબીપુર, હિંગલ્લા,સિતપોણ,ઝંઘાર,સેગવા,બબુંસર, ઝનોર,અસુરીઆ,લુવારા ગામોના સરપંચો અને આગેવાનો હાજર રહયા હતા.આ સમિતિમાં ઈદના તહેવારમાં તમામ નીતિ નિયમોનું પાલન કરવું, શાંતિ ભંગના થાય તેના ઉપર વિશેષ ભાર મૂકાયો હતો.શાંતિના દહોળાય તે બાબતે પોલીસ અને તંત્રને પૂરો સહયોગ આપવા તમામ ને અપીલ કરાઈ હતી.શાંતિ સમિતિમાં હાજર તમામ સરપંચો અને આગેવાનોએ તંત્રને પૂરો સહકાર આપવાની અને શાંતિ બનાવી રાખવાની ખાત્રી એક સૂરમા આપી હતી.આ બેઠકમાં નબીપુર પોલીસ મથકનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!