google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratભરૂચ કસક નાળામાં ઉભરાતી ગટર અને ટ્રાફિક સમસ્યાથી રાહદારીઓ અને વાહનચાલકો ત્રસ્ત

ભરૂચ કસક નાળામાં ઉભરાતી ગટર અને ટ્રાફિક સમસ્યાથી રાહદારીઓ અને વાહનચાલકો ત્રસ્ત

- વારંવાર ઉભરાતી ગટરના પગલે દુષિત પાણી ફરી વળતા આસપાસના દુકાનદારો તેમજ રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન : વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ

ભરૂચ,
ભરૂચ શહેરમાં ઉત્તરાયણ બાદ ઉઘડતા દિવસે જ કસક નાળામાં ટ્રાફિકજામ અને ઉભરાતી ગટરથી સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અવાર નવાર કસક ગરનાળા નીચેથી પસાર થતી નગરપાલિકાની ગટર લાઈન ઓવર ફ્લોર થતા ગંદુ પાણી મુખ્ય માર્ગો પર ફરી વળતા રાહદારીઓ,વાહનચાલકો અને આસપાસના દુકાનદારોને પારાવાર ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે.ભરૂચ કસક નાળામાં આજરોજ એક ટેમ્પો ફસાતા ટ્રાફિકજામની પણ સમસ્યા ઉદ્દભવી હતી સાથે સાથે ગટરનું પાણી પણ મુખ્ય માર્ગ પર ફરી વળતા રહાદરીઓ અને દુકાનદારોને પણ હાલાકી ભોગવવાનો સામનો કરવો પડયો હતો.જોકે આ સમગ્ર ઘટનાની જાણ નગર પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવને થતા તાત્કાલિક પ્રમુખ ઘટના સ્થળે પહોંચીને ચોકઅપ ગટર લાઈન બાબતે જેતે કર્મચારીને તાત્કાલિક સૂચના આપી સાફ કરાવવાની તાકીદ કરી હતી.તો બીજી તરફ ભરૂચ પોલીસ દ્વારા પણ ફસાયેલા ટેમ્પાને બહાર કાઢીને ટ્રાફિકની સમસ્યાને હલ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કસક ગરનારા નીચેથી પસાર થતી ગટર લાઈન અવાર નવાર ચોકઅપ થઈ ઓવર ફ્લોર થતા તેનું નિરાકરણ કરી સારી કામગીરી થાય તે દિશામાં નગરપાલિકા કામગીરી કરે તેવી લોકો માંગ પણ ઉઠવા પામી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!