(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લા ચેકીંગ અધિકારીઓ દ્વારા ઓગષ્ટ-૨૦૨૪ માં ચેકીંગ ડ્રાઈવ ગોઠવી ગુનાઓમાં દંડ વસુલ કરવામાં આવેલ છે.સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રાજપીપલા-નર્મદા તરફથી મળેલ માહિતી અનુસાર ઓવરઓડ ૨૨ કેસોના રૂ. ૨.૭૮ લાખ, ઓવર સ્પીડ ૧૪૭ કેસોના રૂ. ૨.૯૪ લાખ, રોડ સેફટી ૧૮૧ કેસોના રૂ. ૧.૮૧ લાખ, પરમીટ ૨૯ કેસોના રૂ. ૨.૦૦ લાખ, સીટ બેલ્ટ ૨૧ કેસોના ૧૦.૫૦૦ હજાર, ઇનસ્યોરન્સ ૭૮ કેસોના ૧.૫૬ લાખ, નો પાર્કિંગ ૩૪ કેસોના ૧૭ હજાર, હેલ્મેટ ૧૧ કેસોના ૫.૫૦૦ હજાર,ઓડીસી ૪૨ કેસોના રૂ. ૧.૦૪ લાખ અને ફીટનેશ ૨૫ કેસોના ૧.૨૫ લાખના દંડ વસુલ કરવામાં આવેલ છે. આમ કુલ ૪૪૫ કેસોના ૧૩.૭૧ લાખ દંડ વસુલાત કરવામાં આવેલ છે.
નર્મદા જિલ્લામાં ઓગષ્ટમાં ચેકીંગ ડ્રાઈવ ગોઠવી ગુનાઓમાં દંડ વસુલાત કરાયો
- સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તરફથી મળેલી માહિતી અનુસાર કુલ ૪૪૫ કેસોના રૂ. ૧૩.૭૧ લાખની દંડ વસુલાત