google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratબિસ્માર રસ્તા અને ગંદકીના સામ્રાજ્યથી લોકો પરેશાન : વાહનોની ગતિ ધીમી થતા...

બિસ્માર રસ્તા અને ગંદકીના સામ્રાજ્યથી લોકો પરેશાન : વાહનોની ગતિ ધીમી થતા ટ્રાફિકજામ તો કચરાના ઢગથી ગટર અને વરસાદી પાણી રોડ ઉપર

ભરૂચ
ચોમાસાની સિઝનમાં નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ તો ખુલી ગઈ છે છતાં પણ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની આળસ હજુ ખંખેરાતી નથી.માર્ગ ઉપર પડેલા ખાડાઓના કારણે ટ્રાફિકજામ તો બીજી તરફ કચરાઓના ઢગલાઓથી ગટરો જામ થતા ગટરના પાણી રોડ ઉપર ફરી વળતા લોકોને હવે ભયંકર રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે.
ભરૂચ નગરપાલિકામાં રામરાજ્યમાં પ્રજા દુ:ખી હોય તેઓ ઘાટ ઉભો થયો છે.કાંસ સફાઈ પાછળ લાખો રૂપિયાનું આંધણ તો કર્યું છે.છતાં પણ વરસાદી પાણી ભરાવાનું યથાવત રહ્યું છે.ભરૂચના ઘણા વિસ્તારોમાં કચરાઓના ઢગલાઓ માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યા છે.દુર્ગંધના કારણે લોકો ભયંકર રોગચાળામાં સપડાય તેવા ભય વચ્ચે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહાત્મા ગાંધી રોડ સહિત ફાટાતળાવ,ઘાસ મંડાઈ, નાના – મોટા ડભોયાવાડ, નાના – મોટા નાગોરી ડુંગળી સહિતના વિસ્તારોમાં કચરાઓના ઢગલાઓ યથાવત રહ્યા છે.ભરૂર નગરપાલિકાના સફાઈકર્મીઓ પણ કચરો ઉઠાવવા તૈયાર નથી ઘણા વિસ્તારમાં તો કચરાપેટી પણ ઉઠાવી લેતા લોકો જાહેરમાં જ કચરાનો નિકાલ કરતા કચરાનો જથ્થો કાંસોમાં ભરાઈ રહેતા વરસાદી કાંસ સહિત ગટરના પાણી રોડ ઉપર ફરી વળતા જોવા મળી રહ્યા છે અને દુર્ગંધ સાથે ગંદા પાણી માંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે.ભરૂચ નગરપાલિકાનું સેનેટરી વિભાગ ઉંઘતુ ઝડપાયું હોય જેને લઈને આગામી દિવસોમાં તહેવારને લઈ ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા માટે હવે સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે.
ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા પ્રથમ વરસાદમાં જ માર્ગોનું ધોવાણ થવાનું શરુ થયું છે અને જાહેરમાર્ગો ઉપર જ ખાડા પડી જતા વાહન ચાલકોની ગતિ ધીમી થતા ટ્રાફિકજામની સમસ્યા ઉભી થઈ છે.ભરૂચના ઢાલ થી મહમદપુરા સુધી ટ્રાફિકજામની સમસ્યા માથાના દુઃખાવા સમાન સાબિત થઈ ગઈ છે.જાહેરમાર્ગો ઉપર મોટા ખાડાઓના કારણે વાહનો પણ ધીમી ગતિએ પસાર થતા ટ્રાફિકજામની સમસ્યા ઉભી થઈ છે.સાંકડા માર્ગ વચ્ચે બિસ્માર રસ્તાઓ વાહન ચાલકો માટે જોખમ રૂપ સાબિત થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદ ના કારણે માર્ગો બિસ્માર બનતા સત્તાપક્ષ કે વિરોધપક્ષ દ્વારા કોઈ કડક કાર્યવાહી નહિ કરવામાં આવતા કોન્ટ્રાકટરો દ્વારા વાપરવામાં આવતા માલસામાન ની ગુણવત્તા ચકાસવામાં આવતી નથી જેના કારણે માર્ગો બિસ્માર બનવાની સમસ્યા ઉદ્દભવે છે.તો બીજી તરફ સેનેટરી વિભાગ દ્વારા પણ મોનીટરીંગ નહિ રાખવામાં આવતા સફાઈ કામદારો અને ડોર ટુ ડોરના કોન્ટ્રાકટર દ્વારા કચરો સમયસર નહિ ઉપાડવામાં આવતા શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદીકી સમસ્યા સામે આવી રહી છે.જેના પગલે લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!