google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratઆમોદની ઢાઢર નદીમાં નહારી વેલની લીલી જાજમ પથરાતા લોકો ચિંતાગ્રસ્ત

આમોદની ઢાઢર નદીમાં નહારી વેલની લીલી જાજમ પથરાતા લોકો ચિંતાગ્રસ્ત

આમોદ,
ભરૂચ જીલ્લાના આમોદ જંબુસર રોડ પર આવેલ ઢાઢર નદીમાં ચોમાસા પહેલા નહારી વેલ ની તંત્ર દ્વારા સફાઈ કરવામાં ન આવતા લીલી છમ જાજમ પથરાતા નદીના પંથકના ખેડૂતોમાં તથા આસપાસ રેહતા લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે.
લોક જાણ મુજબ મળતી માહિતી અનુસાર આમોદ નજીક આવેલ ઢાઢર નદીમાં ઉગી નીકળેલી ન્હારી વેલ એટલી હદે મજબૂત હોય છે કે જેના કારણે નદીમાં વહેતા વહેણના પાણીનુ પણ રોકાણ થઈ શકે છે.અગાઉના વર્ષોમાં પણ નદીના પાણીથી પુરની પરિસ્થિતિઓ સર્જાઈ હતી.જેના કારણે ઢાઢર કિનારે રેહતા દાદાપોર ગામના લોકોએ પુરના પાણીના પ્રવાહમાં જીવના જોખમે ઢાઢર નદી ઉગી નીકળેલી ન્હારી વેલની સફાઈ હાથધરી હતી.જયારે બીજી તરફ આવતા ઢાઢર નદીમાં આવતા પુરના પગલે ઢાઢર નદીના કિનારા પર આવેલ ખેતરો પણ પુરના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામે છે.જેના પગલે ખેડૂતોને પણ મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
ઢાઢર નદીમાં આવતા પુરની અસર આમોદ તાલુકાના સાત જેટલા ગામો ઉપર પણ પડે છે.જેના પગલે કેટલાક ગામોના રસ્તા પણ બંધ થઈ જવા પામે છે.તંત્ર દ્વારા તાકીદે ઢાઢર નદીમાં ઉગી નીકળેલ નહારી વેલ ની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તો પુરના સંકટને રોકી શકાય એમ છે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!