google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratવાલીયાના મોદલિયા ગામ નજીક આંટાફેરા કરતો દીપડો ઝડપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

વાલીયાના મોદલિયા ગામ નજીક આંટાફેરા કરતો દીપડો ઝડપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

વાલીયા,

ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના બે અલગ અલગ ગામોની સીમમાં દીપડા હોવાથી વન વિભાગે મારણ સાથે પિંજરા મુક્યા હતા.જેમાં બે જેટલા કદાવર દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વાલિયા તાલુકામાં શેરડીની ખેતી મોટાપાયે કરવામાં આવે છે.જેને પગલે શિકાર સહેલાઈથી મળી જતાં હોવાથી દીપડાઓએ તાલુકામાં શેરડીના ખેતરોને પોતાના આશ્રય સ્થાન બનાવ્યા છે.ત્યારે વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે.તેવામાં છેલ્લા ઘણા સમયથી તાલુકાનાં મોદલિયા ગામની બદામ કંપની,પથ્થરિયા અને ડુંગરી,સિલુડી તેમજ વટારિયા ગામની સીમમાં દીપડાઓ નજરે પડ્યા હોવાના વીડિયો સામે આવ્યા છે.જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ગત તારીખ ૨૬ મી મેના રોજ મોદલિયા ગામની બદામ કંપની પાસેથી કદાવર દીપડો પાંજરે પુરાયો હતો.જ્યારે પથ્થરિયા ગામની સીમમાં દીપડો દેખાતા વાલિયા વન વિભાગના આર.એફ.ઓ મહિપાલસિંહ ગોહિલને કરતાં આર.એફ.ઓના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમોએ મારણ સાથે ગામ પાસે પાંજરા ગોઠવ્યા હતા.જે પાંજરામાં શિકાર માટે આવેલો બે વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો હતો.આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથધરી દીપડાને સહી સલામત વન વિભાગની કચેરીએ લાવી વેટરનરી ડોક્ટર મારફતે તપાસ કરાવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!