ભરૂચ,
ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ શુક્રવારના રોજ ચર્ચોમાં જઈને વિશેષ પ્રાર્થના સભામાં જોડાઈને ગુડ ફ્રાયડેનો તહેવાર મનાવ્યો હતો.ખ્રિસ્તી સમુદાયના લોકોએ ઈસુએ લોકો માટે આપેલા બલિદાનને યાદ કરીને પ્રાર્થનાઓ કરી પાળક દ્વારા આપવામાં આવેલા સંદેશ સાંભળ્યા હતા.
ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ પ્રભુ ઈસુએ માનવજાત માટે આપેલા બલીદાનના દિવસને યાદ કરીને ગુડ ફ્રાઈડે એટલે ભલા શુક્રવાર તરીકે મનાવે છે.આ દિવસે તેમને ક્રુસ પર ચઢાવી તેમને શરીરિક યાતનાઓ આપતા તેમનું મૃત્યુ થયું હતું.આ દિવસે ખ્રિસ્તી સમુદાયના લોકો તેમની યાદમાં ઉપવાસ સાથે ચર્ચમાં જઈને ભક્તિસભામાં જોડાઈને વિશેષ પ્રાર્થનાઓ કરતા હોય છે.ભરૂચ શહેર-જિલ્લામાં આવેલા પ્રભુ મંદિરોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવજાતના પાપોના કારણે કૃસ પર ચઢીને પોતાનો જીવ આપ્યો હતો.જેથી તેમની યાદમાં આજ રોજ ખ્રિસ્તી સમુદાયના લોકો વિશેષ પ્રાર્થના અને ભક્તિ સભાઓ યોજીને તેમને યાદ કરતા હોય છે.જયારે ભરૂચ શહેરમાં આવેલા એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચના પાળક રેવ.જગદીશ ખ્રિસ્તીએ ચર્ચમાં પ્રભુ ઈસુએ લોકો માટે આપેલા બલિદાન અંગે સંદેશ આપી દેશ અને દુનિયા અને ભરૂચ શહેરમાં માટે પ્રાર્થના કરી હતી.ભરૂચમાં આવેલા એમીટી નજીક આવેલા એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ,બંબાખાના સીએનઆઈ ચર્ચ,કેથલિક ચર્ચ સહિતના ચર્ચોમાં પ્રાર્થનાઓ કરાઈ હતી.