google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratભરૂચનાં ઐતિહાસિક ભાગાકોટનાં ઓવારે આવેલા ઝુલેલાલ મંદિરે પરંપરાગત સિંધી સમાજના લોકોએ ચેટીચાંદ...

ભરૂચનાં ઐતિહાસિક ભાગાકોટનાં ઓવારે આવેલા ઝુલેલાલ મંદિરે પરંપરાગત સિંધી સમાજના લોકોએ ચેટીચાંદ પર્વની ઉજવણી

- ભરૂચના ભાગાકોટ સ્થિત ઝુલેલાલ મંદિરે પરંપરાગત પૂજન અર્ચન સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન - સિંધી સમાજના ભાઈ - બહેનોએ એકમેકને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી

ભરૂચ,
ભરૂચનાં ઐતિહાસિક ભાગાકોટનાં ઓવારે આવેલા ઝૂલેલાલ ભગવાનનું મંદિર અને વરુણદેવના મંદીર જિલ્લા અને રાજયભરમાં વસતા સિંધી સમાજ માટે તીર્થ સ્થાન ગણાય છે.હિંદુસ્તાનનાં ભાગલા વખતે સીંધ (પાકિસ્તાન) થી લવાયેલી અખંડ જયોત આજે ૭૭ વર્ષથી અહીં પ્રજવલિત છે.ચેટીચંદ નિમિતે દિવસ ભર ભજન-ર્કિતન અને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે.
સિંધી સમાજનાં નૂતન વર્ષની ઉજવણી કરાઈ ભરૂચના ભાગાકોટ સ્થિત ભારતના એક માત્ર તીર્થસ્થાન ઝુલેલાલ અને વરુણદેવના એક માત્ર મંદિરે મોટી સંખ્યામાં જિલ્લા સહિત રાજયમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચાંદ અને ઝુલેલાલ ભગવાનના જન્મ દિન ચૈત્રી બીજની સિંધી સમાજના તીર્થસ્થાન ઝુલેલાલ મંદિરે પ્રતિવર્ષની જેમ ઉજવણી કરવામાં આવે છે.જેમાં સવારે ઝૂલેલાલના ૨૬માં ગાદીપતિ ઠકુર સાઈ મનિષલાલ સાહેબ દ્વારા જળ અને જ્યોતની પૂજા, મેળો, ભંડારો ભરાયો હતો.અહિયાં જનોઈ-મુંડન સંસ્કારનો કાર્યક્રમ પણ યોજાયો હતો.સાંજના સમયે ઝુલેલાલ ભગવાનના પ્રતિક શ્રી જયોતિ સાહેબ અને પૂજ્ય બહેરાણા સાહેબની શોભાયાત્રા ભરૂચ નગરમાં નીકળશે.આ શોભાયાત્રા ઝુલેલાલ મંદિરથી બળેલી ખો, પુષ્પાબાગ સહિતના વિસ્તારોમાં ફરી હતી.જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા.ભારતનાં ભાગલા વખતે હાલમાં પાકિસ્તાનમાં રહેલા સીંધથી ૨૪ માં વંશજ પૂજ્ય ઠકુર આસનલાલ સાહેબ વર્ષ ૧૯૪૮ માં અખંડ જ્યોત લઈ ભરૂચના ભાગકોટ ખાતે આવ્યાં હતા.જ્યાં તેમણે જ્યોત સ્વરૂપની સ્થાપના કરી હતી.જેમાં એક જ્યોત રામચંદ્ર ભગવાનની,બીજી જ્યોત ઝૂલેલાલ ભગવાન અને ત્રીજી જ્યોત અંબાબાઈ માતાની અખંડ જ્યોત અહીંયા ઝૂલેલાલ મંદિર ખાતે આજે ૭૭ વર્ષથી પણ પ્રવજલિત છે.જેને અખંડ જ્યોતના કારણે વર્લ્ડ વાઈસ બુક ઓફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતા ભરૂચ શહેર અને જીલ્લા તેમજ સિંધી સમાજનું નામ રોશન કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!