આમોદ,
આમોદનાં તિલક મેદાન ખાતે આવેલ નગરપાલિકા દ્રારા સંચાલિત જાહેર શૌચાલય પર ખંભાતી તારા લાગતા લોકોને ભારી હાલાકીનો સામનો વારો આવ્યો છે.
આમોદ તાલુકામાં આશરે ૫૬ જેટલા ગામો આવેલા છે.જેમા આમોદ શહેર માં નગર પાલિકા સંચાલિત તિલક મેદાન ખાતે માત્ર એક જ શૌચાલય આવેલું છે તે પણ બંધ થઈ જતા બહાર થી આવતા લોકો ને તથા ગામ લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.શૌચાલય બંધ થઈ જતાં કેટલાક દીવસથી સૌચાલય બંધ હાલતમાં હોવાથી લોકોને ખુલ્લામાં સોચ કરવાં મજબૂર બન્યા છે.જેને લઈ દુકાનદારોમાં તથા લારી ગલ્લા વારાઓને તથા રાહતદારીઓને ખરાબ દુર્ગંધ મારતા પસાર થતા લોકોમાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની જવા પામ્યું છે.જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાના એ જણાવ્યું હતું કે તિલક મેદાન ખાતે આવેલ શૌચાલયને લોકો માટે ફરીથી ખુલ્લું મુકાય તેવી માંગ કરી છે.જયારે આ બાબતે નગરપાલિકાનાં એસઆઈ ને પૂછતા તેઓએ આ બાબતે કઈ પણનાં કેહવાની ધરારનાં પાડી દીધી હતી.