google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratજંબુસરના કાવી ગામે કાર લઈને બકરા ચોરી કરવા આવેલા શખ્સો સીસીટીવીમાં કેદ

જંબુસરના કાવી ગામે કાર લઈને બકરા ચોરી કરવા આવેલા શખ્સો સીસીટીવીમાં કેદ

- જંબુસરના કાવી ગામે ઘરની બહાર બાંધેલા બકરા ઉઠાવીને કારમાં મુકવા લાગતાં સ્થાનિકો ઉઠી જતાં એક બકરી લઈ જવામાં સફળ

ભરૂચ,

ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામમાં કાર લઇને બકરા ચોર ટોળકી ત્રાટકી હતી.પરંતુ સ્થાનિકો જાગી જતાં જ ચોર ટોળકી પલાયન થઈ ગઈ હતી. ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામમાં ત્રાટકેલી બકરાચોર ગેંગના વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે.જેમાં કાવી ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી મોટી મસ્જિદ વિસ્તારમાં આવેલ મકાન બહાર સ્થાનિકે ૫ થી ૬ બકરા બાંધ્યા હતા. જો રાત્રિના ૧૨ વાગ્યાના અરસામાં એક સફેદ રંગની કારમાં કેટલાક અજાણ્યા યુવાનો આવે છે અને તેમાંથી એક યુવાન ઉતરીને ઘરના આંગણામાં રહેલાં બકરાઓને ઉઠાવીને કારમાં મુકવા લાગે છે.મકાનના ઓટલા પરથી 4થી 5 બકરા ઉઠાવીને કારમાં મુકવામાં આવે છે, અને યુવાન બીજી બકરી ઉપાડવા જાય છે, ત્યારે કારમાંથી બીજા બકરાઓ બહાર આવી ભાગી જાય છે. તસ્કરો બકરા ઉઠાવી રહ્યા હોય,ત્યારે સ્થાનિકો જાગી જતાં બકરા ચોર ટોળકી ભાગી જાય છે.જોકે ટોળકી માત્ર એક જ બકરી ઉઠાવી જવામાં સફળ રહે છે.ટોળકી જે કાર લઈને આવી હતી.તેની નંબર પ્લેટ પર કાળી પટ્ટી મારવામાં આવી હતી.જેથી કારનો નંબર વંચાઈ શકે તેમ ન હોતું.

અત્રે ઉલ્લેખનીય છે કે બકરા ચોર ટોળકીની સમગ્ર કરતૂત મકાન બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.ત્યારે હાલ તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બકરા ચોરી કરતી ટોળકીને ઝડપી લેવાની કવાયત હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!