આમોદ,
આમોદ – જંબુસરને જોડતા માર્ગ ઉપર આમોદ નજીક બિસ્માર બનેલા નેશનલ હાઈવે નંબર ૬૪ની કામગીરી મંદ ગતિએ ચાલી રહી છે.રોડની કામગીરીને લઈ ધૂળની ડમરી ઉડી રહી છે.જેને લઈ વાહન ચાલકો, રાહદારીઓ સહિત સ્થાનિક દુકાનધારો પણ હેરાન પરેશાન બન્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૬૪ છેલ્લા ઘણા સમયથી અતિ-બિસ્માર બન્યો છે.બિસ્માર રોડના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં હાઈવે ઓથોરિટી સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.તદ્દન મંદ ગતિથી કામગીરી કરાઈ રહી છે. જેના કારણે વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.આમોદ-જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે રોડનું ખાર્તમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે રૂપિયા ૭.૩૩ કરોડના ખર્ચે ત્રણ અલગ-અલગ સેકશનમાં બનાવવામાં આવશે.જેમાં આમોદના મલ્લાં તળાવથી બત્રીસી નાળા સુધી પાંચ લેયરમાં બનાવવામાં આવશે,દેરોલથી કંથારીયા બે લેયર તેમજ સુડી-સમની સેક્શન પાંચ લેયરમાં રોડ બનાવવામાં આવશે.માંડ-માંડ બિસ્માર બનેલ માર્ગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મંડ ગતિથી કામગીરી કરાવામાં આવી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.બિસ્માર રોડની કામગીરી ધીમી ગતિથી કામ ચાલતા ફરીથી વાહન ચાલકો, રાહદારીઓ સહિત સ્થાનિક દુકાન ધારકો ધૂળની ડમરીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે રોડની કામગીરીને ઝડપી બનાવવામાં એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.