google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat પાવીજેતપુરના કલારાણી ગામમાં બંધ પડેલ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા લોકોની માંગ

પાવીજેતપુરના કલારાણી ગામમાં બંધ પડેલ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા લોકોની માંગ

- ગામના જાહેર માર્ગો તેમજ ફળિયાઓમાં કેટલીક સ્ટ્રીટ લાઈટો બંધ પડેલ હોઈ મરામતની જરૂર

0
67

(ફૈજાન ખત્રી – કલારાણી,છોટાઉદેપુર)

છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકાનું કલારાણી ગામ આજુબાજુના ગામો સાથે સંકળાયેલું મહત્વનું ધંધાકીય મથક છે.કલારાણી ગામમાં જાહેર માર્ગો પર તેમજ ફળિયાઓમાં ગ્રામ પંચાયત દ્વારા મુકવામાં આવેલ સ્ટ્રીટ લાઈટો પૈકી કેટલીક લાઈટો હાલ બંધ હોઇ ગ્રામજનોએ રાત્રી દરમ્યાન હાલાકિ ભોગવવી પડે છે.તેને લઈને બંધ પડેલ સ્ટ્રીટ લાઈટોની  તાકીદે મરામત કરીને ચાલુ કરવા ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે.હાલ ચોમાસું શરૂ થઈ ગયું છે.ત્યારે રાત્રી દરમ્યાન રસ્તાઓ પર ઝેરી જાનવરોની અવરજવર વધી જતી હોઈ રાત્રી દરમ્યાન બહાર નીકળતા લોકોને અંધારાના કારણે ઝેરી જાનવરો કરડવાની સંભાવના પણ રહેલી છે.ઉપરાંત બંધ સ્ટ્રીટ લાઈટોને લઈને અંધારાનો લાભ લઈને રાત્રી ચોરોને ચોરીઓ કરવામાં ખુલ્લુ મેદાન મળી જવાની પણ દહેશત રહેલી છે.સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે વિવિધ યોજનાઓ બહાર પડાતી હોય છે.ત્યારે કલારાણી ગામે બંધ પડેલ સ્ટ્રીટ લાઇટો તાકીદે ચાલુ કરાય તે જરૂરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!