google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratરાજપીપળાનાં કરજણ નદી કિનારે મગર અને મગરના બચ્ચા દેખાતાં લોકોના જીવ તાળવે...

રાજપીપળાનાં કરજણ નદી કિનારે મગર અને મગરના બચ્ચા દેખાતાં લોકોના જીવ તાળવે ચોંટયા

- સ્થાનિકો તેમજ સહેલાણીઓમાં ફફડાટ ફેલાયો : વન વિભાગને જાણ કરી સુરક્ષિત જગ્યાએ સ્થળંતર કરવાની કરી માંગ

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
રાજપીપળા શહેરની નજીક આવેલ કરજણ નદી કિનારે માદા મગરે 20 થી વધુ ઈંડા મુક્યા હતા. તેમાંથી તેના ૨૦ થી વધુ બચ્ચા દેખાતાં સ્થાનિકો તેમજ સહેલાણીઓ ગમાં ફફડાટ ફેલાયો છે.જોકે તરતજ ફોરેસ્ટ વિભાગને તેની જાણ કરવામાં આવી હતી અને મગર તેમજ બચ્ચાંને સરોવરમાં ક્યાંક સુરક્ષિત સ્થળે ખસેડવાની માગ કરી હતી.
રાજપીપળા શહેર કરજણ નદી કિનારે વસેલું છે અને આ નદીમાં કેટલીય વાર મગર હોવાનું દેખાઈ આવ્યું છે.ત્યારે કરજણ નદીનાં કિનારે આવેલ સિકોતર માતાના મંદિર નજીક બખોલ માં માદા મગરે ૨૦ ઈંડા મુક્યા હતા જેમાંથી ૨૦ બચ્ચાંનો જન્મ થયો હતો.અહીં ખેતીકામે આવતા તથા હરવા ફરવા આવતા સહેલાંણીઓ તેમજ નદીમાં ન્હાવા કપડાં ધોવા આવતા લોકોને રોજ એકાદ બે મગર નજરે ચડતા હતા ત્યાં સુધી ઠીક હતું.પરંતુ એમ એક બે મગર કરતા આજે ઝુંડ થઈ જતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. મંદિરની સાચવણી કરતા રાજુભાઈ રાઉલજી જણાવ્યું હતું કે ગત રોજ અહિયાં ૨૦ થી વધુ નાનાં મગર નાં બચ્ચાં જોવા મળ્યા હતા.તેની સાથે તેની માતા પણ હોઈ શકે છે.અહીં નદી કિનારે સ્નાન કરવા ને કપડા ધોવા આવનાર લોકો પર આ મગર અચાનક હુમલો કરી શકે છે.તો કોઈ જાનહાનીનો બનાવના બને તથા આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે.મૂર્તિ વિસર્જન કરવાને પૂજાવિધિ કરવા લોકો અહીયા જ આવતા હોય છે.તો લોકોને જાણકારી માટે સાઈન બોર્ડ પણ લગાવવામાં આવે અને તંત્ર દ્વારા આહીયાથી મગરને પકડી મોટા સરોવરમાં છોડી મગર અને તેના બચ્ચા પણ સુરક્ષિત થાય અને આ વિસ્તાર પણ સુરક્ષિત થાય એવી માંગ સ્થાનિકોએ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!