google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratસતાયુ મતદાર શાંતાબેન વસાવા મતદાન કરી અન્ય મતદારો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

સતાયુ મતદાર શાંતાબેન વસાવા મતદાન કરી અન્ય મતદારો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

- ઘર બેઠા વોટીંગની સુવિધા માટે ભારતના ચૂંટણીપંચનો આભાર માનતા ગડખોલ મતવિસ્તારના મહિપાલસિંઘ

ભરૂચ, 

અંકલેશ્વરના ભાગ નં-૯૬ (ગડખોલ-૩) વોટીંગમાં નોંધાયેલા ઘરબેઠા વોટીંગની સુવિધા માટે ભારતના ચૂંટણીપંચનો આભાર માનતા મહિપાલસિંઘ ગૌરવભેર મતદાન કરી ભરૂચ જિલ્લાવાસીઓને મતદાન કરવા પ્રેરિત કર્યા છે.તેમણે જણાવ્યું હતું કે, વૃદ્ધાવસ્થાને કારણે ઉઠવા બેસવામાં તકલીફ છે પરંતુ વયને કારણે થતી આ તકલીફથી મારો આત્મવિશ્વાસ જરા પણ ડગ્યો નથી.તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે.ત્યારે તમામ નાગરીકોએ મતદાન ચોક્ક્સ કરવું જોઈએ.અંકલેશ્વર પ્રાંત અધિકારી અને મામલતદારોની હાજરીમાં હોમ વોટીંગની પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી હતી.તે જ પ્રમાણે અંકલેશ્વર વિધાનસભામાં સમાવિષ્ટ હાંસોટ તાલુકામાં બુથ નં – ૨૬ મતદાન મથક રોહીદ ગામે પોસ્ટલ બેલેટની ટીમ દ્વારા મામલતદાર હાંસોટની હાજરીમાં શતાયુ મતદાર શાંતાબેન ઝીણાભાઈ વસાવાને પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરી હોમ વોટિંગ કરાવવામાં હતું. સતાયુ મતદાર શાંતાબેન વસાવાએ મતદાન કરી અન્ય મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા.

ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા એકપણ મતદાતા મતાધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે પ્રતિબદ્ધ છે ત્યારે ૮૫થી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારોને ખાસ હોમ વોટીંગની સુવિધા આપવામાં આવે છે. ચૂંટણી પંચની આ સુવિધા થકી અંકલેશ્વર વિધાનસભામાં અંકલેશ્વર અને હાંસોટના વયોવૃદ્ધ અને દિવ્યાંગ નાગરિકોએ તેમના ઘર આંગણે જ ગૌરવભેર “હોમ વોટિંગ” કર્યું છે.

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીની સાથે હોમ વોટીંગ સવલત અંતર્ગત વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના મત લેવામાં આવ્યા હતા. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!