google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ઝઘડો કરતા બે વ્યક્તિની વચ્ચે પડેલા વ્યક્તિને ધારીયાના ઘા...

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ઝઘડો કરતા બે વ્યક્તિની વચ્ચે પડેલા વ્યક્તિને ધારીયાના ઘા ઝીંકી દેતા ઈજા

- ઈજાગ્રસ્તને પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને વધુ સારવાર બાદ વડોદરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો

ભરૂચ,
ભરૂચના દાંડિયા બજારમાં રહેતા યુવકે શક્તિનાથ નજીક અજાણ્યા યુવકસ સાથે ઝઘડો થતા તેમને છોડાવવા પડેલાને ધારિયાના ઉપરા છાપરી માથા તથા મોઢાના ભાગે ઘા ઝીંકી દેતા ગંભીર અવસ્થામાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ત્યાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા સિવિલ હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્ત રાજકુમાર ચૌહાણે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને આક્ષેપ કર્યો છે કે તારીખ ૧૪ મી મે ના સવારના ૧૧ વાગ્યાના અરસામાં ઘરેથી નીકળ્યો હતો અને સાંજના ૭ વાગ્યાના અરસામાં બીજા દિવસની મજૂરી કામ અર્થે શક્તિનાથ સર્કલ પાસે જતો હતો.ત્યારે ચાલતા ચાલતા શક્તિનાથ રેલ્વે ગરનાળાના પાણીની ટાંકી પાસે આવતા મારો ઓળખીતો સુનિલ જયંતિ વસાવા રહેવાસી દાંડિયા બજાર તથા તેની સાથે રહેતી સુકલીબેન ત્યાં હાજર હતા અને સુનિલ વસાવા એક અજાણ્યા ઈસમને ઢીકા પાટુનો માર મારી રહ્યો હતોજેથી આ અજણયા ઈસમને છોડાવવા રાજકુમાર ચૌહાણ વચ્ચે પડતા સુનિલ જ્યંતિ વસાવાએ નજીકમાં પડેલું ધારીયું લઈ આવી મને કહેવા લાગેલ કે તું શા માટે અમારા ઝઘડામાં વચ્ચે પડે છે? તેમ કહી મને મા બેન સમાણી ગાળો બોલી સુનિલ વસાવાએ રાજ ચૌહાણને માથાના અને મોઢાના ભાગે પાંચ થી છ ઘા ધારિયાના ઝીંકી દીધા હતા જેના પગલે તે સ્થળ ઉપર ઢળી પડતા તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરામાં ખસેડવામાં આવતા ત્યાં પણ તેની હાલત નાજુક હોવાનું સામે આવતા પોલીસે જીવલેણ હુમલો કરનાર સુનિલ જયંતિ વસાવા સામે ૩૨૬,૫૦૪ મુજબ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!