google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratદહેજની અદાણી કંપની સામે કાયદેસર કાર્યવાહી કરવા લખીગામ હીતવર્ધક સમિતિ દ્ધારા આવેદનપત્ર...

દહેજની અદાણી કંપની સામે કાયદેસર કાર્યવાહી કરવા લખીગામ હીતવર્ધક સમિતિ દ્ધારા આવેદનપત્ર પાઠવ્યું

- કંપની સત્તાધિશોને ૧૪ દિવસમાં લેખિતમાં બાંહેધરી આપવા માટે પણ નોટીસ આપી હતી - રજુઆતને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

ભરૂચ,
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ નજીક લખીગામ પાસે આવેલ અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ પ્રા.લી.કંપની ગેરકાયદેસર અને ખોટી રીતે કામ કરીને કંપની દ્ધારા સ્થાનિક લોકોને રોજગારી ન આપી અન્યાય કર્યો છે અને આજ કંપની સામે જ લખીગામ અને નવીનગરી આવેલ હોય જેને લઈ આ અદાણી કંપનીના કોલસાની રજ ઉડીને નવી નગરીના દરેક ઘર ઉપર તેમજ ઘરના બધાજ સામાન તેમજ પીવાના પાણીમાં પણ કાળા રંગની રજ ઉડતી હોય જેને લઈ લખીગામ તેમજ નવીનગરને મોટા પાયે નુકશાન તેમજ સ્વાસ્થ્ય માટે પણ હાનીકાર હોય તેમ છતાં આ બીજી નોટીસ અને સાથે સાથે મુખ્યમંત્રી તેમજ વાહન વ્યવહાર નિગમની કચેરીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હોવા છતાં તંત્ર દ્ધારા આ બાબતે કોઈપણ જાતની યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.
લખીગામના લોકો આ બીજી વખત આવેદનપત્ર પાઠવી અમારા ઘર અને ગામની તકલીફ સરકાર સુધી પહોંચે તે બાબતે યોગ્ય રજુઆત કરવામાં માટે આવ્યા હતા.આ અગાઉ પણ અમોએ મુખ્યમંત્રીશ્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવેલ હતું અને આજે પણ અમો ઓવર લોડ ટ્રક તેમજ બેફામ અને ગફલતભરી રીતે વાહનો અમારા ગામમાંથી પસાર થતાં હોય જેથી આવનાર દિવસમાં કોઈ મોટી હોનારાત ન થાય તે હેતુથી અમો આજરોજ ભરૂચ આર.ટી.ઓને લેખિતમાં અને મૌખિક રીતે અમારી રજુઆત કરી હતી.જોકે સ્થાનિક આગેવાનો સાથેની વાન્ીતમાં જાણવા મળ્યું હતું કે, પીવાના પાણીમાં પણ કોલસો પીવો પડે છે. અને આ સાથે સાથે અમારા ગામની આસ્થાનું કેન્દ્ર એવા લખાબાવાનું પૌરાણીક મંદિર પણ આવેલ જે આ કંપનીના અસ્તિત્વ પહેલા હજારો, લાખો લોકો અહીં દર્શન કરવા માટે આવતા હતા.પરંતુ આજે અદાણી કંપનીના આગમન પછી આ મંદિરની દિવાલો પણ કાળા રંગની અને મંદિરમાં બેસવા માટેની જગ્યા પણ કાળા રંગની થઈ ગઈ હોય આજની તારીખમાં આ મંદિર ખંડેર હાલતમાં હોય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે.
ગ્રામજનો દ્ધારા પોતાના ગામનાં સ્થાનિક રોજગારી,પીવાનું શુધ્ધ પાણી, બેફામ ચાલતી ટ્રકો અને કંપની દ્ધારા ચલાવવામાં આવતી કન્વેર બેલ્ટના કારણે મોટા પ્રમાણમાં અવાજનું પ્રદૂષણ પણ થતું હોય અને આ કન્વેર બેલ્ટના અવાજની સાથે સાથે કાળા રંગની રજ પણ ઉડીને આવતી હોય જેથી ગ્રામજનો દ્ધારા પ્રધાનમંત્રી,ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયા, મુખ્યમંત્રી, ભરૂચ કલેકટર,એસ.પી ભરૂચ, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી,મામલતદાર, વાગરા, ધારાસભ્ય અરૂણસિંહ રણા વાગરા,ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર, પી.આઈ દહેજ મરીન પોલીસ સ્ટેશન, ભરૂચ આર.ટી.ઓ ઓફીસર તેમજ જનરલ મેનેજર અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ, પ્રા.લીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.સાથે સાથે કંપની સત્તાધિશોને ૧૪ દિવસમાં લેખિતમાં બાંહેધરી આપવા માટે પણ નોટીસ આપી હતી અને જો આવનાર દિવસમાં અમારા ગામની રજુઆતને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!