google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratઅમિત શાહની સભા પહેલા ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો સાથે ગેરવર્તણૂક કરી...

અમિત શાહની સભા પહેલા ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો સાથે ગેરવર્તણૂક કરી પોલીસ દ્વારા ગેરકાયદેસર અટકાયત સામે કલેક્ટરને આવેદન

- સમાજના યુવાનો,કાર્યકરોની અડધી રાત્રે તેમના ઘરેથી અને અજાણ્યા સ્થળેથી અટકાયત કરી સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરી ગેરવર્તણૂક કરનાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ

ભરૂચ,
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીમાં ૨૭ મી એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જાહેરસભાના કારણે ભરૂચ-નર્મદા જીલ્લાના દરેક તાલુકા અને ગામોના તમામ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોની પોલીસ દ્વારા ગેરકાયદેસર અટકાયત અને ધરપકડના વિરોધમાં જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પોલીસકર્મી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
રાજકોટમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદન બાદ ચારેય તરફ વિરોધ ઉભો થયો છે.જેના વિરોધમાં સમગ્ર ગુજરાત રાજયમાં ક્ષત્રિયો દ્વારા વિરોધના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.ત્યારે ભરૂચ જીલ્લામાં વસતા ક્ષત્રિયો લોકો દ્વારા વિરોધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.જેમાં
થોડા દિવસ પહેલા જ ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સભા પહેલા જ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો.પરતું પોલીસે તેમની અટકાયત કરી હતી.જે બાદ ૨૭ મી એપ્રિલના રોજ ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીના ખડોલી ગામ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જાહેરસભાના કારણે ભરૂચ-નર્મદા જીલ્લાના દરેક તાલુકા અને ગામોના તમામ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોની પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના વાંક ગુના વિના ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી હતી અને ગેરબંધારણીય કૃત્ય કરવામાં આવતા ક્ષત્રિય સમાજના યુવાનોમાં આક્રોશ ફેલાઈ ગયો હતો.જેના વિરોધમાં ભરૂચ કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને જીલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવી રજુઆતો કરી હતી.જેમાં પોતાનો મત વ્યક્ત કરવો અને રેલી કાઢી પ્રતીક ઘરના કરવા એક બંધારણીય મૂળભૂત અધિકાર છે અને કોઈપણ પ્રકારનું ચૂંટણી જાહેરનામું અસ્તિત્વમાં ન હોવા છતાં ખોટી રીતે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા સમાજના યુવાનો,કાર્યકરોની અડધી રાત્રે તેમના ઘરેથી અને અજાણ્યા સ્થળેથી અટકાયત કરી સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરવું અને ગેરકાયદેસર છે.જેથી આવા અધિકારીઓ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી વિરપાલસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે બંધારણીય હક્કોનું હનન કરવા માટે જયારે પોલીસ પ્રયાસ કરતી હોય તેમ રાત્રીના સમયે ગેરબંધારણીય શબ્દોનો પ્રયોગ કરી માં,બેન સમી ગાળો બોલી પીઆઈ દ્વારા મારી અટકાયત કરવામાં આવી હતી અને સમાજના અન્ય યુવાનોની અટકાયત કરવામાં આવી હતી.જેથી આવા અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે.જ્યાંથી ધરપકડ કરવામાં આવી છે ત્યાંથી સીસીટીવી ફુટેજની શોધખોળ કરી તેની સાથે છેડછાડ કરી પણ હોવાનો આક્ષેપ કર્યો હતો અને મારી અટકાયત કરતા પહેલા કોઈ નોટિસ આપવામાં આવી ન હતી અને મારા પરિવારને પણ કોઈ જાણ કરવામાં આવી ન હતી અધિકારીઓ કોઈના ઈશારે કામ કરી કાયદાની ઉપર જઈ આ અધિકારીઓ કામ કરતા હોય તેમ સમાજને લાગી રહ્યું છે.જેથી આ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!