google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratઝઘડિયા તાલુકા સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ઝઘડિયા તાલુકા સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

- ઐતિહાસિક તથ્યોની હકીકતથી વિપરીત ચિત્રણ કરી સમાજની છબી બગાડવાના બદઈરાદા વિરુદ્ધ કાયદાકીય કલમો વડે ધરપકડ કરવાની માંગ કરી

(જયશીલ પટેલ,ઝઘડીયા)

સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે એક કાર્યક્રમ દરમિયાન તેની સભામાં જે ટીપ્પણી કરવામાં આવી હતી તેનો રોષ અને આગ રાજકોટ પૂરતી સિમિત નહીં રહી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા સુધી પ્રસરી રહી છે.ઝઘડિયા તાલુકાના સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પ્રાંત અધિકારીને સંબોધી એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.જેમાં તેમણે જણાવ્યું છે કે લોકસભા ૨૪ ની ચૂંટણીમાં રાજકોટના ભાવી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ૨૨.૩.૨૪ ના રોજ એક કાર્યક્રમ દરમ્યાન સમસ્ત રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુભાઈ અને સુલે શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે.ઉપરોક્ત વીડિયોમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી ભાષાનો ઉપયોગ કરી તથા ઐતિહાસિક તથ્યોનું હકીકતથી વિપરીત ચિત્રણ કરી રાજ્યમાં શાંતિથી ડહોળવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.તેમજ ક્ષત્રિય ગિરાસદાર સમાજ વિશે અપમાનજનક ટીપ્પણી કરેલ છે, જેના લીધે સમગ્ર ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઈ ગયેલ છે.તેના પડઘા સ્વરૂપે સમગ્ર ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાં ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવા માટે સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી કે સમાજની માતા બહેનો વિશે અભદ્ર ટિપ્પણી કરનાર અને આવી હલકી કક્ષાનું કૃત્ય કરનાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી કાયદેસર રદ કરવા ભાજપ તથા સરકારને વિનંતી કરીએ છીએ,તદુપરાંત જાહેર શાંતિ દહોડવા તથા ઐતિહાસિક સત્યોનો હકીકતની વિપરીત ચિતરણ કરી એક સમાજની છબી બગાડવાના બદઈરાદા વિરુદ્ધ આઈપીસી તથા સીઆરપીસી સંબંધિત તમામ કાયદાકીય કલમ વડે ગુનો નોંધી તેની ધરપકડ કરવી,આવું કૃત્ય થવા પાછળ કાં તો બદરાદા હોય અથવા અજ્ઞાનતા હોય માટે તા.૧૨.૪.૧૪ ના રોજ દેશના પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ના રાજા રજવાડાઓનું ભવ્ય મ્યુઝિયમ બનાવી આપણા ઇતિહાસમાં રાજા રજવાડાનું દેશના ઘડતરમાં યોગદાન વિશે લોક જાગૃતિ લવાય જેથી આ ઘટના ભવિષ્યમાંના બની શકે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં સમસ્ત ક્ષત્રિય સમાજ માટે ૮૦ ટકા હાલની રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના સમર્થનમાં જ મતદાન થતું હોય છે,રાજપૂત સમાજની આટલી મોટી સંખ્યામાં સતત પરંપરાગત સમર્થન આપવા છતાં લોકસભા ચૂંટણીમાં એક પણ સીટ રાજપૂત સમાજના કોઈ દાવેદારને ફાળવેલ નથી, તેમ છતાં આ સમાજ ભાજપ અને સાથી પક્ષોનો વફાદાર રહ્યો છે.પરંતુ પુરષોત્તમ રૂપાલા દ્વારા જે વાહિયાત ટીપ્પણી સમાજના રજવાડાઓ અને માતાઓ તથા બહેન દીકરીઓ માટે કરવામાં આવી છે તે બાબતે સમસ્ત રાજપૂત સમાજને ઘેરો આઘાત લાગ્યો છે.એવામાં સમાજની તમામ માંગણીઓની અવગણના કરી પરસોત્તમ રૂપાલા ને ઉમેદવાર તરીકે યથાવત રાખવામાં આવશે તો સમગ્ર દેશમાં તથા લોકસભા સીટ પર જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજનું મતદાન થશે તે ભાજપ વિરુદ્ધમાં થશે તેવા પ્રયત્નો શ્રી સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ ભરૂચ જિલ્લા કરશે જેની ગંભીર નોંધ લેવી તેમ જણાવ્યું હતુ. આવેદનપત્રની નકલ રાજ્યના ચૂંટણી અધિકારી, મુખ્યમંત્રી,જીલ્લા પોલીસ વડા ભરૂચ તથા વડાપ્રધાન દિલ્હી ખાતે રવાના કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!