google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ તથા વનધારા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા...

ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ તથા વનધારા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું 

- ૧૫૦ જેટલા વૃક્ષો આવી અને તેની માવજત અને ઉછેરની જવાબદારી લેવામાં આવી હતી

ભરૂચ,

વૃક્ષો વાવો જીવન બચાવો, વૃક્ષ જતન આબાદ વતન, એક બાળ એક ઝાડ,એ સૂત્રોને સાકાર કરવા ભરૂચ જિલ્લા પોલીસ તથા વનધારા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે આવેલ ક્રીડન ગાર્ડન તથા બહુમાળી પોલીસ આવાસની ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ૧૫૦ વૃક્ષો વાવવાનો અને તેની માવજત અને ઉછેરની જવાબદારી વહેંચી લેવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું ઉદ્દઘાટન ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને ભરૂચ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સી.કે પટેલ તથા એસઓજી પોલીસ ઈન્સ્પેક્ટર એ.એ ચૌધરી તથા આરપીઆઈ પી.એમ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં હાજર રહેલ અને સહયોગ આપી સહભાગી બનેલ વનધારા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો તથા પોલીસ પરિવાર મળી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને દરેક હાજર સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.સમગ્ર વૃક્ષારોપણ કાર્યક્રમની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!