ભરૂચ,
સંકલ્પ વિકસિત ભારત યાત્રા ભરૂચ તાલુકાના શુકલતીર્થ ખાતે આવી પહોંચ્યા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આત્મા પ્રોજેકટ સાથે જોડાયેલા અને ખેતીમાં રાજ્યકક્ષાએ એવોર્ડ મેળવનાર લાભાર્થીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંવાદ કર્યો હતો.
ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે જેની પહેલના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.જે યાત્રા આજરોજ ભરૂચ તાલુકાના શુકલતીર્થ ખાતે આવી પહોંચતા કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય તથા પ્રાર્થના થકી કરવામાં આવી હતી.આ પ્રસંગે શુક્લતીર્થની કન્યા શાળાની વિધાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું.આ પ્રસંગે જીલ્લાના વિવિધ વિભાગોના ૨૮ જેટલા લાભાર્થીઓને મહાનુભાવોના વરદહસ્તે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જે હેતુને ચરિતાર્થ કરવાના શુભ આશયથી વિકસિત સંકલ્પ યાત્રા ભરૂચના શુક્લતીર્થ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પી એમ કિશાન સમ્માન નિધિના લાભાર્થી અલ્પેશભાઈ નિઝામા વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરવામાં આવ્યો હતો.વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી સાથેના સંવાદમાં અલ્પેશભાઈ નિઝામાએ પોતાના પરિચય આપતા જણાવ્યું કે પોતે ડિપ્લોમા ઈજનેરીની ડીગ્રી ધરાવે છે.છેલ્લા ઘણા સમયથી મુંબઈ ખાતે નોકરી કરતા હતા.પરંતુ વડીલોપાર્જિત ૪૦ એકર જમીનમાં ખેતી કરવાનું શરૂ કર્યું છે.જ્યારે મુંબઈ છોડીને પોતાના વતન ભરૂચ પરત ફરવાના નિઝામા ભાઈના નિર્યયને આવકારતા જણાવ્યું હતું કે,અલ્પેશભાઈ તમારા વતનમાં રહીને જ ખેતી કરવાના નિર્ણયને દેશના યુવાઓ માટે પ્રેરણાનો સંદેશ મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલ્પેશભાઈ નિઝામા ની પુત્રી હેની નીઝામા સાથે પણ વાત કરી હતી અને તેને વંદે માતરમ્ અને ભારત માતાકી જય નો નારો લગાવવાનું કહેતા તેને નારો લગાવતા ઉપસ્થિત લોકોએ તેને વધાવી લેતા તેણીએ ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા,ધારાસભ્યો રમેશભાઈ મિસ્ત્રી,અરૂણસિંહ રણા,ડી કે સ્વામી,નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ તથા જીલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ તથા કર્મચારીઓ,શુક્લતીર્થ ગામના સરપંચ,ઉપસરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.