google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratનર્મદાના આદિમ જૂથોના પરિવારોના લાભાર્થી કુટુંબો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવાદ કરશે

નર્મદાના આદિમ જૂથોના પરિવારોના લાભાર્થી કુટુંબો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવાદ કરશે

- સંભાવિત કાર્યક્રમ માટે સાગબારા - દેડિયાપાડા તાલુકાના ગામની પસંદગી કરવામાં આવી - આદિમ જૂથના ૫૨ ગામોના અલગ-અલગ ચાર ગામ દીઠ ૧૩ જેટલી ટીમ બનાવાઈ - ગ્રામ્ય લેવલના સ્થાનિક કર્મચારીના સહયોગથી સર્વગ્રાહી વિકાસની વ્યક્તિગત અને સામૂદાયિક યોજનાનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાની વ્યૂહરચના ઘડવાનું આયોજન

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા જિલ્લાના આદિમ જૂથોના પરિવારો સાથેના પીએમ જનમન સંવાદ કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં વસવાટ કરતા આદિમ જૂથના અતિગરીબ પરિવારોને સરકારની વિવિધ કલ્યાણકારી કેન્દ્ર-રાજ્ય યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી સો ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા અને આગામી જાન્યુઆરી-૨૪ માસના સમયમાં યોજાનારા ઝરણાવાડી ખાતે સંભવિત પીએમ જનમન કાર્યક્રમની પ્રથમ પ્રાથમિક પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદન ખાતે એક બેઠક યોજાઈ હતી. 

દેશના અને રાજ્યના આદિમ જૂથના વિકાસ માટે “PMPVTG ડેવલપમેન્ટ મિશન” હેઠળ નાણાંકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે.નર્મદા જિલ્લામાં કોટવાળિયા અને કાથોડી સમુદાયના લોકો વસવાટ કરે છે.આ આદિમજૂથના કુટુંબો, ફળિયા અને ગામોમાં માળખાકિય સુવિધા પુરી પાડવાનો હેતુ આ મિશન હેઠળ રહેલો છે.આ મિશન હેઠળ થઈ રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા અને લાભાર્થી કુટુંબો સાથે આગામી તા.૧૫/૦૧/૨૦૨૪ ના સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જિલ્લાના લાભાર્થીઓ સાથે સંવાદ કરનાર છે.સંભાવિત કાર્યક્રમ માટે સાગબારા – દેડિયાપાડા તાલુકાના ગામની પસંદગી કરવામાં આવી છે.આ બેઠક દરમ્યાન જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કર્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જે છેવાડાના માનવી સુધી પહોંચાડવાની છે.તેનો ખાસ કરીને આદિમ જૂથના સભ્યોને યોજનાનો લાભ પુરતા પ્રમાણમાં મળી રહે,યોજનાનો હેતુ સાચા અર્થમાં સિદ્ધ થાય અને કોઈ વ્યક્તિ-કુટુંબ યોજનાના લાભોથી વંચિત ન રહી જાય તેના માટે તમામ વિભાગોએ ઘરે-ઘરે જઈને સર્વેની  કામગીરી હાથધરી યોજનાઓની અમલવારી કરી ૧૦૦ ટકા સેચ્યુરેશનની દિશામાં કામીગીર કરવા ઉપર જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને વિગતવાર માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.ખાસ કરીને વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને સરકારની પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની યોગ્ય અમલવારી થાય તેના ઉપર વધુ ભાર મૂક્યો હતો.જેમાં મુખ્યત્વે કિસાન સન્માન નિધિ,વનધન યોજના, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, બેન્ક મિત્ર, માતૃવંદના, આયુષ્માન કાર્ડ, પીએમ વિશ્વકર્મા યોજના, સુકન્યા સમૃધ્ધિ યોજના,ઉજ્જવલા યોજના, જીવન જ્યોતિ યોજના, કાસ્ટ સર્ટીફિકેટ, મહેસૂલની યોજના, પશુપાલન,ખેતીવાડીની યોજના, ટ્રાયબલ સબપ્લાન યોજના, પ્રાકૃતિક ખેતી,જેવી બાબતો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું અને આદિમ જૂથના ૫૨ ગામોના અલગ-અલગ ચાર ગામદીઠ ૧૩ જેટલી ટીમ બનાવી ગ્રામ્ય લેવલના સ્થાનિક કર્મચારીના સહયોગથી સર્વગ્રાહી વિકાસની વ્યક્તિગત અને સામૂદાયિક યોજનાનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાની વ્યૂહરચના ઘડવા જણાવ્યું હતું. અને આ બાબતે નોડલ અધિકારી અને લાયઝન અધિકારીની જવાબદારી સોંપવામાં આવી હતી. 

નર્મદા જિલ્લાના આદિમ જૂથના વિકાસ માટે “PMPVTG ડેવલપમેન્ટ મિશન” હેઠળ આદિમ જૂથના કુટુંબો, ફળિયા અને ગામોમાં માળખાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ આવરી લેવા માટે તમામ વિભાગો દ્વારા ઘરે-ઘરે જઈને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ સંદર્ભમાં દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે ડીઆરડીએના  નિયામક પ્રાંત અધિકારી અને ટ્રાયબલ સબપ્લાન વિભાગ દ્વારા સાગબારા અને દેડિયાપાડા તાલુકાના અમલીકરણ અધિકારીઓની બેઠકનું  આયોજન કરવામાં આવ્યું હતું.  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!