google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, December 9, 2024
HomeGujaratપોઈચા નીલકંઠ ધામ મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી ૧૦૦૮ ફૂટની ફૂલ...

પોઈચા નીલકંઠ ધામ મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી ૧૦૦૮ ફૂટની ફૂલ માળા અર્પિત કરી નવો વિશ્વ કીર્તિમાન સ્થાપીત કર્યો

- ૪૦૦ કિલો વજનના ત્રણ પ્રકારના તાજા ફૂલોનો હાર મંદીરના ઘુમ્મટ પર અર્પિત કરાયો - વડોદરાથી તાજા ફૂલો મંગાવી ૮ કલાકની મહેનતથી ૫૦ થી વધુ કારીગરો દ્વારા ફૂલમાળા તૈયાર કરાઈ - રાજસ્થાની જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં વિશ્વના સૌથી લાંબા ફૂલોના હારનો વર્લ્ડ રેકોર્ડ બન્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

આજે નર્મદાના પોઈચા ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતના નીલકંઠ ધામ સ્વામિનારાયણ મન્દિર    ખાતે રાજસ્થાન જનમંચના ઉપક્રમે મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી ૧૦૦૮ ફૂટની ફૂલ માળા અર્પિત કરી લિમ્કા બુક ઓફ રેકોર્ડ નોંધાવી આજે નવો વિશ્વ કીર્તિમાન સ્થાપીત કર્યો હતો.

રાજસ્થાની જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં વિશ્વના સૌથી લાંબા ફૂલોના હારનો વર્લ્ડ રેકોર્ડ બનાવતા કૈલાસ સોનીએ જણાવ્યું હતું કે અગાઉ અમે આ માળાની લંબાઈ ૧૪૦ ફૂટ અને તેનું વજન ૩૧ કિલો ૪૫૦ ગ્રામ હતું.આ માળા માં વિવિધ જાતના ફૂલો લગાવવામાં આવ્યા હતા તેનો રેકોર્ડ તોડી નવો કીર્તિમાન સ્થાપીત કર્યો છે.આજે અમે પોઈચા નીલકંઠ ધામ મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી ૧૦૦૮ ફૂટની ફૂલ માળા અર્પિત કરી નવો વિશ્વ કીર્તિમાન સ્થાપીત કર્યો છે.જેમાં ૪૦૦ કિલો વજનના ત્રણ પ્રકારના તાજા ફૂલોનો હાર મન્દિરના ગુમ્બજ પર અર્પિત કરાયો છે.

વડોદરાના પ્રખ્યાત ફૂલોના કુશળ ૫૦ થી વધુ કારીગરો દ્વારા આ ખાસ ફૂલોનો હાર બનાવવામાં આવ્યો છે.૪૦૦ કિલોથી વધુ વજનના સફેદ,પીળા અને કેસરી ગલગોટાના ફૂલો સાથે આસોપાલવના લીલા તોરણ સાથે તિરંગાના રંગે રંગાઈ ૧૦૦૮ ફૂટની ફૂલોની માળા સાધુ સંતોની અને ભક્તોની ઉપસ્થિતીમાં મંદિર ના ગુંબજ પર ફુલમાળા અર્પણ કરી આજે નવો વિશ્વ કીર્તિમાન સ્થાપ્યાનો આનંદ છે.

આજે અમે આશ્રમના સ્વામિ સંતો,સેંકડો ભક્તો, જનપ્રતિનિધિઓ,વિવિધ સમાજના અને સામાન્ય લોકો તેમના હાથમાં વિશાળ લાંબી ફૂલોની માળા હાથમા લઈને અર્પણ કરી છે. 

મંદિર સંચાલક અર્જુન ભગતે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે આજે વિશ્વ પ્રસિદ્ધ ભગવાન સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં આજે ૧૦૦૮ ફૂટ લાંબી ફૂલમાળા મંદિરના ઘુમ્મટ પર અર્પણ કરાઈ એનો આનંદ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!