google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratઝઘડીયાના હરીપુરા નજીકથી બાયો ડીઝલના ગેરકાયદેસર જથ્થા સાથે એકની ધરપકડ કરતી પોલીસ

ઝઘડીયાના હરીપુરા નજીકથી બાયો ડીઝલના ગેરકાયદેસર જથ્થા સાથે એકની ધરપકડ કરતી પોલીસ

- અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડીયા તાલુકાના હરિપુરા નજીકથી એક વ્યક્તિ ગેરકાયદેસર બાયો ડીઝલનાં જથ્થા સાથે ઝડપાયો હતો.જ્યારે અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મળતી માહિતી મુજબ ઝઘડીયા તાલુકાના હરીપુરા ગામની સીમમાં સિકોતર માતાના મંદીર પાસે ઉમલ્લાથી રાજપારડી જતા રોડની બાજુમાં ફ્રેન્ડ્સ બ્રીક્સ રેતીના સ્ટોકના કંપાઉન્ડમા એક ઈસમ ગેરકાયેદેસર રીતે બાયો ડીઝલનો સંગ્રહ કરી આવતા જતા વાહનોમાં બાયો ડીઝલના ઈંધણ તરીકે ભરી આપી વેચાણ કરે છે.જે બાતમી આધારે એલ.સી.બી પોલીસે માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા કંપાઉન્ડ માંથી બ્લ્યુ કલરના બેરલ ૯ નંગમાં ભરેલ શંકાસ્પદ બાયોડીઝલ ૧,૦૦૦ લીટર કિ.રૂ. ૭૦,૦૦૦ તથા એલ્યુમિનિયમના અલગ અલગ માપના માપીયા ૩ નંગ ૦૩ કિ.રૂ.૧,૦૦૦ તથા મોબાઈલ ૧ નંગ કિ.રૂ. ૫,૦૦૦ કુલ કિ.રૂ.૭૬,૦૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમ વિરલ ખંડુભાઈ રાઠોડ હાલ રહે,હરીપુરા ફ્રેન્ડસ બ્રીક્સ ઉપર તા.ઝઘડીયા જી.ભરૂચ મૂળ રહે,નિશાળ ફળીયું, સોનારપાડા સોનગઢ તા.સોનગઢ જી.તાપી ઝડપી પાડી તેમજ અસ્ફાકભાઈ જેલર જેનું પુરુ નામ સરનામું જણાયેલ નથી અલ્તાફભાઈ માંજરા જેનું પુરુ નામ સરનામું જણાયેલ નથી બે ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!