અંકલેશ્વર,
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઈવે નંબર ૪૮ પરથી ગેરકાયદેસર મોટી ગેસની બોટલ માંથી નાની મોટી ગેસની બોટલ રિફિલિંગનો પર્દાફાશ કર્યો છે.ગેસ રિફિલિંગ કરતા બે ઈસમોને ઝડપી પાડી ૪.૩૩ લાખના મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.કે.ભુતીયાએ તેમના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામી દેવા સ્ટાફના માણસોને સૂચનાઓ આપી હતી.જે અનુસંધાને પોલીસ સ્ટાફના માણસોએ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલા આઝાદ શટરમાં આવેલી દુકાનમાંથી બે આરોપીઓને મોટી ગેસની બોટલ માંથી નાની-મોટી ગેસની બોટલોમાં ગેરકાયદેસર ટ્રાન્સફર કરી વેચાણ ક૨તા રંગે હાથે પકડી લીધા હતા.પોલીસે સ્થળ પરથી HP કંપનીના બોટલ નંગ ૪૫ તથા કોમર્શીયલ ભરેલી બોટલ નંગ ૧,ખાલી બોટલ નંગ ૦૩, ડિજિટલ વજન કાંટા,એક પીકઅપ બોલેરો અને બે મોબાઈલ મળીને કુલ ૪,૩૩,૨૯૮ ના મુદ્દામાલ સાથે જાકુબ ઈશાક ગાજી ખાન અને બરકત ઈલીયાસ મોહમદ ખાનને ઝડપી પાડી તેમના વિરુદ્ધ આવશ્યક ચીજ વસ્તુ અધિનીયમ રાને ૧૯૯૫ ની કલમ ૩,૭ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.