google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Wednesday, May 22, 2024
HomeGujaratધારાસભ્ય બન્યા પછી બે વર્ષમાં ચૈતર વસાવા સામે પોલીસ કેસમાં થયો વધારો

ધારાસભ્ય બન્યા પછી બે વર્ષમાં ચૈતર વસાવા સામે પોલીસ કેસમાં થયો વધારો

- ચૈતર વસાવા સામે અલગ અલગ ૮ કેસો હતા : છેલ્લા બે વર્ષમાં પાંચ કેસ નોંધાયા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
દેડિયાપાડા વિધાનસભાના આપના ધારાસભ્ય અને ભરુચ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું.ત્યારે તેમની
કેટલીક મહત્વની બાબતો ઉડીને આંખે વળગે તેવી છે. ૨૦૨૦માં દેડિયાપાડા વિધાનસભા બેઠક પર ઉમેદવારી કરનારા ચૈતર વસાવાના હાથ પરની રોકડ ૨૦૨૨માં ૨ લાખ હતી.તેમજ તેમની બન્ને પત્નીઓ માં શકુંતલાબેન પાસે હાથ પરની રોકડ ૨ લાખ અને વર્ષાબેન પાસે ૫૦ હજાર હતી.૨૦૨૪માં તેમાં કોઈ
ફેર પડયો નથી. ૨૦૦૦માં ચૈતર વસાવા પાસે મહીન્દ્રા એસયુવી હતી તે બે વર્ષ પછી પણ એ જ ગાડી વાપરી રહ્યા છે.જેની કિંમત ૮ લાખથી ઘટીને ૬ લાખ થઈ છે.
૨૦૨૨માં ચૈત૨ વસાવા પાસે ૩ તોલા સોનું,તેમની પત્ની શકુંતલાબેન પાસે ૭ તોલા સોનુ તેમજ વર્ષા બેન પાસે ૩ તોલા સોનું હતુ.જેમાં અશતઃ વધારો
થયો છે.હાલમાં ચૈતર વસાવા પાસે ૫ તોલા, શકુંતલા બેન પાસે ૯ તોલા અને વર્ષા બેન પાસે ૫ તોલા એટલે કે ત્રણેયના મળીને ૬ તોલા સોનાનો વધારો થયો છે.આ ઉપરાંત તેમની સ્થાવર અને જંગમ મિલ્કતમાં કોઈ ફેર પડયો નથી. સૌથી વધુ જો કોઇ વસ્તુમાં વધારો થયો હોય તો તે પોલીસ કેસ છે. ૨૦૨૨માં ચૈતર
વસાવા સામે અલગ અલગ ૮ કેસો હતા જ્યારે ૨વર્ષમાં તેમની પર થયેલા કેસની સંખ્યા વધીને ૧૩ પર પહોંચી છે.ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવા સામે
ભલે પોલીસ કેસમાં વધારો થયો હોય પરંતુ આ પોલીસ કેસ તેમના માટે ફળદાયક સાબિત થયા છે.કેસના લીધે તેમણે અને તેમના પરિવારે સંધર્ષ કરવો પડયો પરંતુ આ કેસના લીધે તેમને આદિવાસી સમાજની સહાનુભૂતિ મળી હતી.
ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને ભરૂચના ૬ ટર્મના સાંસદ તેમજ સાતમી વાર ઉમેદવારી કરનાર મનસુખ વસાવા સામે ચૈતર વસાવા
ટક્કર આપી રહ્યા છે.ચૈતર વસાવાએ ૫૦ હજાર મતની લીડથી જીતવાનો દાવો કર્યો હતો.તેમણે ઉમેર્યુ હતું કે ભરૂચમાં ઐતિહાસિક રેલી કાઢી હતી.કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મન લગાવીને મહેનત કરે છે ત્યારે ભરુચની જનતા પણ પરિવર્તન ઈચ્છી રહી છે અમે સારા માર્જીનથી જીતીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!