ભરૂચ,
ભરૂચના દહેજમાં દિપક કંપની નજીક જીઆઈડીસીની ખુલ્લી જગ્યામાં મુકેલાં ૧૮ લાખના પાઈપ તસ્કર ટોળકી ચોરી કરી જતાં બનાવ સંદર્ભે દહેજ મરીન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વાગરાના રહિયાદ ગામે કલ્પચર રિસોર્ટમાં રહેતાં અને મુળ હરિયાણાના સુનિલ પરમેશ્વર દયાળ શર્મા જીબીએલ (ગણેશ બેન્ઝોપ્લાસ્ટ લીમીટેડ) નામના કોન્ટ્રાક્ટમાં સિની. મેનેજર તરીકે નોકરી છે.તેમની ફર્મને ગુજરાત આલ્કલિઝ એન્ડ કેમિકલ લીમીટેડ (જીએસીએલ) કંપની દ્વારા જીએસીએલ કંપનીથી જીસીપીએલ (ગુજરાત કેમિકલ પોર્ટ લીમી) કંપની સુધી એસએસની પાઈપો લગાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.જે નાંખ્યા દરમ્યાન તે પૈકીની કેટલીંક પાઈપ લિકેજ થતાં તેના તેને બદલવાનો પણ કોન્ટ્રાક્ટ મળ્યો હોઈ તેઓ તે કામ કરી રહ્યાં હતાં. તેઓએ જૂની બદલેલી અને નવી નાખવાની પાઇપ રિલાયન્સ સર્કલથી જીએસીએલ કંપની તરફ જવાના રોડ પર દિપક કંપનીની બાજુમાં જીઆઈડીસીની ખુલ્લી જગ્યામાં મુકી હતી.દરમ્યામાં ગત કોઈએ તે પૈકીની ૧૮ લાખની મત્તાની એસએસની નવીજૂની પાઈપોની ચોરી કરી ગયા હતા.બનાવ સંદર્ભે તેમણે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.