ભરૂચ,
ભરૂચ તાલુકાના શંખવાડ ગામની સીમ માંથી ગાયની ચોરી કરી ગૌ-હત્યા કરનાર ૬ આરોપીઓને તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને આરોપી પાસેથી કતલ કરવાના હથિયારો પણ કબ્જે કર્યા હતા.
ભરૂચ જીલ્લામાં ગૌ-માંસની ગેરકાયદે પ્રવૃતિઓ અટકાવવા જીલ્લા પોલીસ પરિણામલક્ષી કામગીરી કરી રહી હતી.આ દરમ્યાન ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ૧ લી નવેમ્બર ૨૦૨૪ માં કમલેશ બકોરભાઈ આહીરે ફરિયાદ આપી હતી.કે ૩૦મી ઓકટોબરના રોજ તેમની એક કાળી સફેદ કલરની ગાય જેની કિંમત રૂ.૨૦ હજાર લઈને પાણીની નહેર ક્રોસ કરાવતા પગમાં ઈજા થતાં ગાયથી ચલાતુ ન હોય અને તે ગાભણી હોય જેથી એક્સલ ગામની સીમમાં ગુંદાના ઝાડ સાથે દોરડા વડે બાંધી હતી.ત્યાર બાદ બીજા દિવસે સવારે ત્યાં જતા તે મળી આવેલી ન હતી.જેની સીમમાં તથા સીમની આજુ બાજુ ગાયની શોધખોળ કરતા મળી ન હતી.
ગણતરીના સમયમાં જ આરોપીને દબોચ્યા જ્યારે તેની શોધખોળ કરતા તેમને જાણવા મળ્યું હતું કે,તેમની ગુમ થયેલી ગાયને શંખવાડ ગામના અજાણ્યા છ ઈસમોએ રાત્રીના સમયે ચોરી કરી લઈ જઈ શંખવાડ ગામની સીમમાં પાણીની નહેર પાસે બાવળની ઝાડીમાં ગાયને લઈ જઈ કતલ કરી ગૌ- માંસ અંદરો-અંદર ભાગ પાડી લીધેલો હતો.આ જાણવા જોગ ફરિયાદને આધારે પીઆઈ પી.ડી. ઝણકાટે ગંભીરતાથી લઈને ટીમની સાથે ગાયની ચોરી કરી તેની ગેરકાયદેસર રીતે કતલ કરનાર શંખવાડ ગામના શરીફ ઉર્ફે સરફરાજ ગુલામભાઈ મન્સુરી, વસીમ ઉસ્માન મન્સુરી,મુબારક હૈદર મન્સુરી, સોહેબ સોકત મન્સુરી, રિઝવાન અબ્દુલ મન્સુરી અને અજય ઉર્ફે બન્કી લક્ષ્મણભાઈ રાઠોડને ગણતરીના સમયમાં જ ઝડપી પાડયા હતા.
પોલીસે તેમની પાસેથી કતલ કરવાના મોટા ૧ છરો, ૨ ચપ્પા,૧ કુહાડી,૧ નાનો છરો અને ૧ કાપવાના ગોળ લાકડાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની સામે વિવિધ કલમો લગાવી કાયદાનું ભાન કરાવ્યું છે.