google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, September 9, 2024
HomeCrimeઅંકલેશ્વર જીઆઈડીસી માંથી ચોરી થયેલ હાઈવા ટ્રક સાથે પોલીસે ત્રણ ઈસમોને ઝડપી...

અંકલેશ્વર જીઆઈડીસી માંથી ચોરી થયેલ હાઈવા ટ્રક સાથે પોલીસે ત્રણ ઈસમોને ઝડપી પાડયા

- ૧૦.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો

(વિજય વસાવા,નેત્રંગ)

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા અને અંકલેશ્વર ડીવાયએસપી ડૉ.કુશલ ઓઝા દ્વારા મિલ્કત સબંધી,વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચનાને આધારે સર્કલ પી.આઈ આર.એમ.વસાવા માર્ગદર્શન હેઠળ નેત્રંગ પોલીસ મથકના પીએસઆઈ આર.આર.ગોહિલ સહિત સ્ટાફ ગત તારીખ ૨૬ મી માર્ચના રોજ નેત્રંગ-રાજપારડી ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતો તે દરમ્યાન અંક્લેશ્વર તરફથી ટાટા કંપનીનું હાઈવા ડમ્ફર ટ્રક નંબર જીજે ૧૬ ડબલ્યુ ૮૮૭૩ આવતા પોલીસે તેને અટકાવી ચાલક રાહુલ નંદલાલ સિંધ અને જફરૂલ હસન બશીર અહેમદ કુરેશી પાસે વાહનના દસ્તાવેજો માંગતા બંનેએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ચાલકની વધુ પૂછપરછ કરતાં ટ્રક ડ્રાઈવર રાહુલ સિંધએ ટ્રકની ચાવી ફુલકનભાઈ નામના ઈસમે આપી ટ્રક ચાલુ કરી જકરૂલ હસન બશીર મહારાષ્ટ્રના ધુલીયા ખાતે કબાડી માર્કેટમા અહેમદ નામને ઈસમને વેચાણ કરવા લઈ જતાં હોવાનું જણાવ્યુ હતું.પોલીસે મૂળ યુપી અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીની ઐશ્વર્યા એન્જીનીયરીંગ નજીક રહેતો રાહુલ સીંધ નંદલાલ સિંઘ અને યુપીના જફુરૂલ હશન બસીર અહેમદ કુરેશી તેમજ ફુરકાન પરવેઝ અંસારીને ઝડપી પાડ્યો હતો.આ ત્રણેય ઈસમોની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે નેત્રંગ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!