અંકલેશ્વર,
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ સદગુરુ મોબાઈલ,ફેંડસ મોબાઈલ સહિત પાંચ મોબાઈલની દુકાન માંથી ડુપ્લિકેટ એસેસરીઝ મળી કુલ 6.35 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પાંચ વેપારીઓ સામે કાર્યવાહી હાથધરી હતી.
અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં સદગુરુ મોબાઈલ,ફેંડસ મોબાઈલ,રાજગુરુ મોબાઈલ અને વી મોબાઈલ પોઈન્ટ તેમજ જય અંબે મોબાઈલની દુકાનમા એપલ કંપનીના ઓરીજનલ એસેસરીઝ જેવી ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરવામાં આવે છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન અને બ્રાંડેડ કંપનીઓ ઓથોરીટી ધરાવતા ઈન્વેસ્ટિગેશન ઓફિસર વિશાલસિંહ જાડેજા,જયદીપસિંહ સરદાર અને હરપાલસિંહ ઝાલાએ પોલીસ જવાનો સાથે સદગુરુ મોબાઈલ,ફેંડસ મોબાઈલ,રાજગુરુ મોબાઈલ અને વી મોબાઈલ પોઈન્ટ તેમજ જય અંબે મોબાઈલની દુકાનમાં તપાસ કરતાં ત્યાંથી એપલ કંપનીની ડુપ્લિકેટ એસેસરીઝ મળી કુલ 6.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ભરૂચની મદીના હોટલ પાછળ મલેકવાડમાં રહેતો મોહમંદ ઉવેશ ઇમ્તિયાઝ શેખ,નહેરુસિંગ શંભુસિંગ રાજપુરોહિત,જગદીશ છત્રારામ રાજપુરોહિત અને મોહન હડમતારામ રાજપુરોહિત તેમજ રતારામ દુદારામ ચૌધરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.