google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeઉચ્છદ ગામની સીમ માંથી ઓએનજીસીની ક્રુડ ઓઈલ પાઈપ લાઈન માંથી ચોરી કરવાની...

ઉચ્છદ ગામની સીમ માંથી ઓએનજીસીની ક્રુડ ઓઈલ પાઈપ લાઈન માંથી ચોરી કરવાની કોશિશ કરનાર બેને ઝડપી પાડતી પોલીસ

(સંજય પટેલ,જંબુસર)

ગતરોજ તારીખ ૨૭ મી મે ૨૦૨૪ ના રોજ જંબુસર તાલુકાના વેડચ પોલીસ મથકે ઉચ્છદ ગામની સીમ માંથી ઓએજીસીની ક્રુડ ઓઈલની પાઈપ લાઈનમાં પંચર કરી ક્રુડ ઓઈલ ચોરી કરવાની કોશિશ અંગે ગુનો નોંધાયો હતો.જે અંતર્ગત ડીવાયએસપી પી એલ ચૌધરી તથા સીપીઆઈ  કે.એમ.વાઘેલા જંબુસરના માર્ગદર્શન હેઠળ સાર્વજનિક મિલ્કતોને નુકસાન અટકાવવા અંગેના ગુના સંદર્ભે વેડચ ઈન્ચાર્જ પી.એસ.આઈ વી એ આહીરને મળેલ બાતમી તથા ટેકનિકલ સર્વેલન્સને આધારે ભાગી જનાર આરોપી અંગે ચોક્કસ માહિતી મળેલ હોય જે આધારે આણંદ જીલ્લાના વાસદ રેલ્વે સ્ટેશન નજીકથી મુખ્ય આરોપી નિલેશભાઈ ભારતસિંગ રાઠોડ રહે.ઝાખરીયા ગામ, જીલ્લો આણંદ તથા રાકેશભાઈ ઉર્ફે પિન્કો રમણભાઈ ઠાકોર રહે.અણખી ગામ તાલુકો જંબુસર નાઓને ગણતરીના દિવસોમાં શોધી કાઢી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને આગળની તપાસ સીપીઆઈ કે એમ વાઘેલા ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!