google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeલઠ્ઠાકાંડ થાય તે પહેલા પોલીસે સપાટો બોલાવવાની જરૂર : ભરૂચ પોલીસે ૧૦૦૦...

લઠ્ઠાકાંડ થાય તે પહેલા પોલીસે સપાટો બોલાવવાની જરૂર : ભરૂચ પોલીસે ૧૦૦૦ લીટર દેશી દારૂના બમ્પરો સાથે અંકલેશ્વરના બુટલેગરોનો દબોચ્યા

- અંકલેશ્વર પંથકના માંડવા,અમરતપુરા,કાંસીયા સહિત નર્મદા નદી કાંઠાના વિસ્તરોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાના અહેવાલ - ભરૂચ એ ડિવિઝન પોલીસે ૮૦૦ લીટર જયારે બી ડિવિઝન પોલીસે ૨૦૦ લીટર દેશી દારૂના બમ્પર જપ્ત કરતા અંકલેશ્વરના બુટેલગરો આખા જીલ્લામાં દારૂ સપ્લાય કરતા હોવાની ચર્ચા - ભરૂચ જીલ્લામાં લઠ્ઠાકાંડ થાય તે પહેલા અંકલેશ્વરના ગામોના ચાલતા દારૂની ભઠ્ઠીઓ ઉપર સપાટો બોલાવવાની મુહિમ માટે જીલ્લા પોલીસવડા માર્ગદર્શન આપશે?

ભરૂચ,
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથક અને નર્મદા નદી કાંઠાના અનેક ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાના અનેકવાર આક્ષેપો સાથે બૂમો ઉઠતી હોય છે.ત્યારે ભરૂચ પોલીસે અંકલેશ્વરનાં દેશી દારૂના બુટલેગરોને ભરૂચમાં દારૂ સપ્લાય કરે તે પહેલા જ ૧૦૦૦ લીટર થી વધુ દેશી દારૂના બમ્પર સાથે બુટલેગરોને ઝડપી પાડી કાર્યવાહી કરી છે.પોલસે ઝડપેલા દેશી દારૂના બમ્પર માંથી અંદાજે ૧૦ હજાર પોટલીઓ બની શકે તો ભરૂચ જીલ્લામાં લઠ્ઠાકાંડ સર્જાય તે પહેલા જ જીલ્લા પોલીસવડાએ દેશી દારૂની ભઠ્ઠીઓ દૂર કરવા માટે પોલીસ મથકના પીઆઈ અને ડીસ્ટાફને જરૂરી સૂચના આપી દેશી દારૂની ભઠ્ઠીઓ અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર ઉભી થઈ છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી યુ ગડરીયાને બાતમી મળી હતી કે અંકલેશ્વરના બુટલેગરો ભરૂચમાં દેશી દારૂના બુટલેગરોને મોટા પાયે દારૂનો જથ્થો ફોર વ્હીલર ગાડીમાં સપ્લાય કરી રહ્યા છે.જે બાતમીના આધારે ભરૂચના શક્તિનાથ તરફ એક સિલ્વર કલરની ઈનોવા ગાડી નંબર જીજે ૦૫ સીએમ ૨૭૮૧ જનાર છે જે ગાડી ભૃગુઋષિ બ્રિજ ઉપરથી કોર્ટ રોડ તરફ આવતા તેને રોકી ચેક કરતા ગાડીમાં મીણીયા થેલા માંથી ૪૦૦ બમ્પર મળી અંદાજે ૮૦૦ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા ૧૬ હજારના મળી આવ્યા હતા જેથી પોલીસે ૮૦૦ લીટર દારૂ,ઈનોવા ગાડી કિંમત રૂપિયા ૩ લાખ અને ૧ મોબાઈલ કિંમત રૂપિયા ૫૦૦૦ મળી ૩,૨૧,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગાડીનો ચાલક અંકલેશ્વરના અમરતપરા ગામનો અરવિંદ ઉર્ફે ભોલો અંબુ વસાવા ઝડપાઈ ગયો હતો.જેની પુછપરછ કરતા ભરૂચ જીલ્લાના દહેજના ભાવેશ મકવાણા અને દહેજ ન ઠૂઠીયા ગામના રજુ રાઠોડ તથા વાગરાના કડોદરા ગામના બુટલેગર ભરત બબુ વસાવાનું નામ ખોલ્યું હતું. જેથી પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
તો ભરૂચ બી ડિવિઝન પોલીસે પણ મનુબર ચોકડીથી દહેગામ ત્રણ રસ્તા તરફ જતી દેશી દારૂના જથ્થા ભરેલી ફોર વ્હીલર ગાડી ઝડપી પાડી હતી.જેમાં અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામનો બુટલેગર યોગેશભાઈ પ્રવીણભાઈ વસાવા,અંકલેશ્વર તાલુકાના અમરતપરા ગામનો બુટલગેર ચિરાગભાઈ પ્રફુલભાઈ વસાવા તેમજ પરેશ ઉર્ફે પલિયો જયવર્ધન વસાવાનાઓ મારુતિ સ્વીફ્ટ ડિઝાયર ગાડી નંબર જીજે ૧૬ એવી ૭૬૮૦ માં ગેરકાયદેસર દેશી દારૂનો મોટો જથ્થો અંદાજે ૧૦૦ નંગ બમ્પર જે ૨૦૦ લીટર કિંમત રૂપિયા ૪૦૦૦ તથા ડિઝાયર ગાડી કિંમત રૂપિયા ૩ લાખ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અંકલેશ્વર પંથક તેમજ નર્મદા નદી કાંઠાના ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોય અને આ વાતથી પોલીસ પણ અજાણ હોય તેવું માનવામાં આવતું નથી.પરંતુ અંકલેશ્વરના ઘણા નર્મદા નદીના કાંઠા ઉપરના ગામડાઓમાં દારૂની ભઠ્ઠીઓ મોડી રાત્રિથી વહેલી સવાર સુધી ધમધમતી હોય છે અને વહેલી સવારે ભરૂચ જીલ્લામાં દેશી દારૂ સપ્લાય કરવામાં આવતો હોય છે.કારણકે હાલમાં ભરૂચ પોલીસે પકડેલ ૧૦૦૦ હજાર લીટર દારૂ માંથી આશરે ૧૦ હજાર પોટલીઓ બની શકે તેમ છે.જેથી ભરૂચ જીલ્લામાં લઠ્ઠાકાંડ થાય તે પહેલા જીલ્લા પોલીસવડા ભરૂચ જીલ્લા સહિત અંકલેશ્વર પંથકના પોલીસ મંથકના ડીસ્ટાફને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સપાટો બોલાવવાનું માર્ગદર્શન આપે તે જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!