google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratલોકસભાની ચૂંટણી ફરજ પરના પોલીસ અધિકારી કર્મચારીઓએ ઝઘડિયા સેવાસદન ખાતે પોસ્ટલ બેલેટથી...

લોકસભાની ચૂંટણી ફરજ પરના પોલીસ અધિકારી કર્મચારીઓએ ઝઘડિયા સેવાસદન ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

- ઝઘડિયા,ઝઘડિયા જીઆઈડીસી,વાલિયા અને નેત્રંગ પોલીસ મથકના પોલીસ કર્મચારી સ્ટાફે મતાધિકારનો ઉપયોગ કર્યો - રાજપારડી,ઉમલ્લા પોલિસ મથકોનો સ્ટાફ તથા એસઆરપીએફ શુક્રવારે મતાધિકારનો ઉપયોગ કરશે

(જયશીલ પટેલ,ઝઘડિયા)
લોકસભાની ચૂંટણી સામાન્ય ચૂંટણીઓ મુકત અને ન્યાયિક વાતાવરણમાં યોજાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીના નેતૃત્વ હેઠળ ચૂંટણી કામગીરીઓમાં રોકાયેલા અધિકારીઓ,પોલીસ વિભાગના કર્મચારીઓને પોસ્ટર બેલેટથી મતદાન કરવા માટે ભરવામાં આવેલા ફોર્મ તેમના સંબંધિત વિભાગના અધિકારીઓને સુપ્રત કરવામાં આવ્યા હતા.જેના ભાગરૂપે આજરોજ લોકસભા ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારી કર્મચારીઓ ઝઘડિયા સેવાસદન ખાતે ના કેમ્પસમાં ઊભા કરાયેલા આદર્શ મતદાન કેન્દ્ર પર બે દિવસ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.જેમા આજરોજ ઝઘડિયા,વાલિયા,નેત્રંગ તથા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટાફે પોસ્ટલ બેલેટથી મત આપી મતદાન પ્રક્રિયામાં સહભાગી થયા હતા.રાજપારડી,ઉમલ્લા પોલીસ મથકના સ્ટાફ તથા એસઆરપીએફ શુક્રવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.પોસ્ટલ બેલેટથી વોટીંગ પ્રક્રિયામાં સમગ્ર દિવસ દરમિયાન મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, સેવાસદન ખાતે ચૂંટણી ફરજના જોડાયેલા અધિકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!