google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratલોકસભાની ચૂંટણી કાર્યમાં રોકાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ કર્યું મતદાન

લોકસભાની ચૂંટણી કાર્યમાં રોકાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ કર્યું મતદાન

- કલેક્ટર કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાતા પોલીસવડા સહિતના પોલીસ જવાનોએ કર્યું મતદાન

ભરૂચ,
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણી કાર્યમાં સરકારી કર્મચારીઓ,પોલીસ,હોમગાર્ડ જવાનો રોકાયેલા હોય છે.જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભરૂચ જીલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ માટે જીલ્લા કલેક્ટર કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.
ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અન્વયે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાનું થાય છે.જેને ધ્યાને લઈ લોકસભાની ચૂંટણી કાર્યમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભરૂચ જીલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.ત્યારે ચૂંટણી કાર્યમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.જેમાં ભરૂચ જીલ્લા પોલીસવડા મયુર ચાવડા સહિત ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા પોલીસ જવાનો,હોમગાર્ડ જવાનોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આ તબક્કે જીલ્લા પોલીસવડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે અમે પણ મત આપી મારો અધિકાર લીધો છે અને લોકોને અપીલ કરી હતી કે મતદાન પ્રક્રિયામાં તમામ મતદારો મોટા પાયે જોડાય અને લોકશાહીનું પૂર્વ ઉજવવું જોઈએ અને મતદાન કરવું જોઈએ.પોલીસ,જીઆરડી અને હોમગાર્ડના જીલ્લામાં અંદાજીત ચાર હજાર કર્મીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!