ભરૂચ,
ભરૂચ જીલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ હોટલ,રેસ્ટોરન્ટ અને સ્પામાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.ત્યારે ભરૂચ જીલ્લામાં બે સ્થળોએ સ્પામાં ચેકીંગ દરમ્યાન દેહ નો વેપાર ચાલતો હોય તેવી શંકાના આધારે ડમી ગ્રાહક મોકલી દેહનો વેપાર ચાલતો હોવાનું ફલિત થતા સંચાલકો સામે ગુના દાખલ કરી ધરપકડ કરતા અન્ય સ્પાના સંચાલકોમાં ફફડાટ મચી ગયો છે.
ભરૂચ એસઓજી પોલીસે એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ શ્રવણ ચોકડી સ્થિત આવેલ કોરલ સ્પામાં ચેકીંગ કરવામાં આવ્યું હતું અને આ સ્પામાં વિદેશી ચાર યુવતીઓ થાઈલેન્ડની સેક્સ વર્કર તરીકે કામ કરતી હોવાનું ફલિત થતા પોલીસે ડમી ગ્રાહક મોકલી વેરીફાઈ કરતા ગ્રાહકને સુવિધા આપી હોય તેવું ફલિત થતા પોલીસે દરોડા પાડી દેહનો વ્યાપાર ચાલતો હોય અને વિદેશી યુવતીઓને સેક્સ વર્કર તરીકે રાખનાર અને રેશ્મા કોમ્પ્લેક્ષ,પરવત પાટિયા સુરત શહેરના રહીશ કરણ મુન્નાભાઈ રાજપુત તથા શ્રવણ ચોકડીના પદ્મશ્રી કોમ્પ્લેક્ષના ત્રીજા માળે રહેતા વારીસ બકરીદી પઠાણનાઓની ઘરપકડ કરી કલમ ૩,૪,૫,૭ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.તો બીજી તરફ સી ડિવિઝન પોલીસ એસઓજી પોલીસના દરોડા બાદ જાગૃત બની હોય તેમ ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ અક્ષરકુંજ રેસીડેન્સી પ્લાઝાના બીજા માળે લેમન સ્પામાં બહારના રાજ્યો માંથી સેક્સ વર્કર યુવતીઓને બોલાવી દેહનો વ્યાપાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી કઢંગી હાલતમાં ઝડપી પાડી દેહના વેપારનો પર્દાફાશ કરી સ્પાના માલિક આરોપી અલ્પેશ ઈશ્વર પટેલ તથા ઝાડેશ્વરની કવિતાધામ સોસાયટીનો રહીશ કિશોર નાનુ કવાની ધરપકડ કરી ઈમોરાલ ટ્રાફીકીંગ એક્ટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫,૭ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે.
તો એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા પણ ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલ સિલ્વર સ્કવેરમાં શાઈન સ્પામાં મસાજ સ્પાની આડમાં વિદેશી યુવતીઓ મારફતે ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતીના આધારે દરોડા પાડતા ખરેખર દેહ વ્યાપાર ચાલતો હોવાનું જણાઈ આવતા પોલીસે દેહ વ્યાપારના ઘંઘા સાથે સંકળાયેલ થાઈલેન્ડની બે યુવતીઓ તથા શાઈન સ્પાની સંચાલક કવિતા અરુણકુમાર ડે,સ્પામાં કામ કરતો કરણ અશોક ઠાકોર તેમજ ગ્રાહક તરીકે પ્રગ્નેશ ઈશ્વર પટેલ,કૃણાલ ચંદુ પટેલ અને હિતલ દેવેન્દ્ર પટેલ ઝડપાઈ જતા તેઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ઈમોરાલ ટ્રાફીકીંગ એક્ટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫,૭ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ જીલ્લાના ઘણા ગેસ્ટ હાઉસો,રેસ્ટોરન્ટ,દુકાનોની આડમાં પણ દેહના વેપાર ચાલતા હોવાની માહિતી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.