ભરૂચ,
ભરૂચ એસઓજીની ટીમે સ્પાની આડમાં ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃતિ ચલાવતા બે ઈસમોને ઝડપી લીધા હતા.ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ, તેના અનુસંધાને ભરૂચ એસઓજી પીઆઈ એ.એ.ચૌધરી તથા પીઆઈ એમ.વી.તડવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એચ.વાઢેર દ્વારા એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.દરમ્યાન ભરૂચ શહેરમાં સ્પા ચલાવતા કરણ મુન્નાભાઇ રાજપુત તથા સંચાલક/ મેનેજર વારીસ બકરીદી પઠાણ સાથે મળીને સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હોવાની જાણ થતા એસઓજી ની ટીમે કોરલ સ્પા પદ્મશ્રી કોમ્પ્લેક્ષમાં શ્રવણ ચોકડી નજીક તપાસ કરતા ચાર જેટલી થાઈલેન્ડની સેક્સવર્કર તરીકે કામ કરતી વિદેશી યુવતીઓને બોલાવી સ્પાની આડમાં કુટણખાનું ચલાવાતું હોવાનું જણાયું હતું.એસઓજી પોલીસે આ ગુના હેઠળ સદર પકડાયેલ ઈસમો કરણ મુન્નાભાઈ રાજપુત હાલ રહે. કોરલ સ્પા પદ્મશ્રી કોમ્પ્લેક્ષમાં શ્રવણ ચોકડી નજીક ભરૂચ અને મુળ રહે.સુરત શહેર તેમજ વારીસ બકરીદી પઠાણ હાલ રહે,કોરલ સ્પા પદ્મશ્રી કોમ્પ્લેક્ષમાં શ્રવણ ચોકડી નજીક ભરૂચ શહેર અને મુળ રહે.ઉત્તરપ્રદેશનાને મોબાઈલ નંગ ૨ કિંમત રૂપિયા ૩૫,૦૦૦ તેમજ ડમી ગ્રાહકને આપેલ રૂપિયા ૫૦૦ ના દરની કુલ બે નોટ કિંમત રૂપિયા ૧૦૦૦ મળીને કુલ રૂપિયા ૩૬,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ભરૂચ શહેર એ ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ હાથધરી છે.
સ્પાની આડમાં ચાલતા દેહ વેપાર ઉપર પોલીસના દરોડા : ભરૂચ એસઓજી પોલીસે બે ઈસમોની અટકાયત કરી
- પોલીસના દરોડા દરમ્યાન ચાર વિદેશી યુવતીઓ પણ ઝડપાઈ