ભરૂચ,
ભરૂચ રેલ્વે સિનિયર સેક્શન એન્જીનીયરની પત્નીએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પત્નીની આત્મહત્યા બાદ પતિએ પણ બેડરૂમમાં સુતેલા પોતાના બાળકનું ગળું દબાવી હત્યા કરી પોતે અંકલેશ્વરના ગડખોલ રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન નીચે પડતું મૂકી સામુહિક આત્મહત્યા પ્રકરણમાં મૃતક રેલ્વે
સિનિયર સેક્શન એન્જીનીયરે લખેલી બે સ્યુસાઈટ નોટ પોતાના પિતાને મોકલી રાજા શેખ નામના વ્યક્તિએ તેનું જીવન બરબાદ કર્યું હોવાના આક્ષેપ કરતા આખરે પોલીસે જીમ ટ્રેનર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદી મૃતક જતીનના પિતા જાદવભાઈ મકવાણાએ અંકલેશ્વર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કર્યો છે કે ગત તારીખ ૦૩-૦૭-૨૦૨૪ ના રોજ ફરિયાદી તેમના ઘરે મોડી રાત્રે એટલે કે ૧૨ વાગ્યા પછી ૦૪-૦૭-૨૦૨૪ ના રોજ ૧:૧૧ કલાકે જાગ્યા હતા અને તેઓએ મોબાઈલ ફોન ચેક કરતા પુત્ર જતીનના મોબાઈલના વોટ્સએપ ઉપરથી મેસેજ આવ્યો હતો.જેમાં નવ મેસેજ અને ત્રણ પીડીએફ ફાઈલ હતી.જેમાં મેસેજ લખેલા કે પપ્પા તૃપલે સ્યુસાઈટ કરી લીધો છે,મેં વિહાન (બાળક) ને મારી નાંખ્યો છે અને હું હવે સ્યુસાઈટ કરવા જઉં છું,ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેનમાં માફ કરજો બધા,શાંતિથી રહેજો,રાજા શેખને ના મુકતા પોલીસ કેસ કરજો,સમાજમાં બધાને ખબર પડે એમકે જોકે આવું થાય છે,બધા સાંભળીને રહે,ભારતીબેનને પણ ના માફ કરતા,અભિનંદન સરનો મોબાઈલ છે નંબર છે એમની સાથે વાત કરજો મારા મેસેજ મળે એટલે જેવા ગંભીર મેસેજો સગા દીકરા જતીન મકવાણાએ પોતાના પિતાને કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.બીએનઆઅઈ ન્યૂઝ
જેમાં અમદાવાદના જીમ ટ્રેનર રાજા શેખએ જતીન મકવાણાની પત્ની સાથે આડા સંબંધ રાખી આખું પરિવાર બરબાદ કર્યું હોય તેવા આક્ષેપ પણ સ્યુસાઈટ નોટમાં કર્યા હતા અને પોલીસે મૃતકોના મોબાઈલ કબ્જે કરતા શ્રદ્ધાબેન જૈમીની જીમ અને લીપિકા મેમ જિમ 2 નામથી સેવ કરેલા વોટસઅપના સ્ક્રીન સ્લોટ મળી આવ્યા હતા.જેમાં ૨૦-૦૩-૨૦૨૪ ના રોજ પણ મૃતક તૃપલે પ્રેમી રાજા શેખ સાથે વાત કરી હોવાનું પણ મળી આવ્યું છે અને આખી લાઈફ રાજા શેખે બરબાદ કરી હોય તેવા આક્ષેપો પણ સ્યુસાઈટ નોટમાં હોવાના કારણે મૃતક ના પિતા જાદવભાઈ મકવાણા એ અંકલેશ્વર સીટી પોલીસ મથકમાં રાજા શેખ સામે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.બીએનઆઅઈ ન્યૂઝ
- રાજા શેખની માતા ફકરૂનનિશાની અમદાવાદથી ઘરપકડ કરાઈ હોવાના અહેવાલ
જતીન મકવાણાએ આપઘાત પહેલા લખેલી સ્યુસાઈટ નોટમાં રાજા શેખની માતા ફકરૂનનિશા અબ્દુલ જબાર મહંમદ ઉસ્માન શેખ રહે શાહી મસ્જિદ અમદાવાદનાઓએ પણ દુષ્પ્રેરણામાં સહભાગી હોય તેવા આક્ષેપ કર્યા હતા.જેથી જીમ ટ્રેનર રાજા શેખની માતાએ આપઘાતની દુષ્પ્રેરણા આપી હોય અને સામુહિક આત્મહત્યામાં રાજા શેખની માતાની પણ ભૂમિકા સામે આવતા તેની પોલીસ દ્વારા ઘરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા હતા.બીએનઆઅઈ ન્યૂઝ - વોન્ટેડ રાજા શેખે આગોતરા જામીન અરજી અંકલેશ્વર કોર્ટમાં મુકતા કોર્ટે જામીન અરજી ફગાવી
અનુસૂચિત જાતિના પરિવારનું ઘર નહિ વસવા દેતા અને દંપતી વચ્ચે લંગરયુ નાંખી આખું પરિવાર બરબાદ કરનાર અમદાવાદના જીમ ટ્રેનર રાજા શેખ સામે ઠોસ પુરાવા હોવાના કારણે રેલ્વે સિનિયર સેક્શન એન્જીનીયર મૃતક જતીન મકવાણાના પિતાએ અંતિમ ક્રિયાની વિધિ પૂર્ણ થયા બાદ પોલીસ ફરિયાદ આપી હતી.જેમાં રાજા શેખે દીકરા સહીત તેની પત્નીને સામુહિક આપઘાતની દુષ્પ્રેરણા આપી હોય તેવા આક્ષેપ કરતા પોલીસે રાજા શેખ સામે દુષ્પ્રેરણા અને એટ્રોસિટીનો દાખલ કર્યો હતો.જેથી પોલીસની ધરપકડથી બચવા તેને અંકલેશ્વરની કોર્ટમાં જામીન અરજી મૂકી હતી.જે અરજી કોર્ટે ફગાવી હોવાનું સામે આવ્યું છે.બીએનઆઅઈ ન્યૂઝ - રાજા શેખ ડીસ્ટ્રીક કોર્ટના દ્વાર ખખડાવે તે પહેલા પોલીસ તેને દબોચી લેશે?
ભરૂચમાં રેલ્વે સિનિયર સેક્શન એન્જીનીયર તરીકે ફરજ બજાવતા જતીન મકવાણા અને તેની પત્નીના સામુહિક આપઘાત સાથે બાળકના પણ મોત પ્રકરણમાં આખરે પોલીસે અમદાવાદના વસ્ત્રાલના જીમ ટ્રેનર સામે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી દાખલ કર્યો હતો અને તેની માતાની ઘરપકડ થતા જ જીમ ટ્રેનર રાજા શેખે અંકલેશ્વરની કોર્ટના આગોતરા જામીન અરજી મુકતા કોર્ટે જામીન અરજી ફગાવી હતી.જોકે રાજા શેખ હજુ ડીસ્ટ્રીકટ કોર્ટના દ્વાર ખખડાવે તે પહેલા પોલીસ તેને દબોચી લે છે કે નહીં તેજોવું રહ્યું.બીએનઆઅઈ ન્યૂઝ - પતિ પત્ની વચ્ચે લંગરીયુ નાંખનારા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો
પતિ,પત્ની ઔર વોહના ખેલમાં ઘણી વખત ગંભીર સ્વરૂપ લેવાતું હોય છે અને આવા કિસ્સાઓ સોશ્યલ મીડિયાના જમાનામાં વધુ પડતા બની રહ્યા છે.આવો જ એક કિસ્સા એ ભરૂચમાં રેલ્વે સિનિયર સેક્શન એન્જીનીયર તરીકે ફરજ બજાવતા જતીન મકવાણા સાથે બનતા તેનું આખું પરિવાર બરબાદ થઈ ગયું છે.પતિ,પત્ની ઔર વોહની રમતમાં માસૂમ બાળકે જીવ પણ ગુમાવ્યો છે.ત્યારે પતિ,પત્ની ઔર વોહની રમત રમનારાઓ માટે આઅ ચેતવણી રૂપ કિસ્સો માનવામાં આવી રહ્યો છે.બીએનઆઅઈ ન્યૂઝ