google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujarat૧૬ જુલાઈના રોજ ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક...

૧૬ જુલાઈના રોજ ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અને પેન્શન અદાલતનું અમદાવાદ ખાતે આયોજન

અમદાવાદ,

ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ,ગુજરાત સર્કલની કચેરી,ખાનપુર અમદાવાદ- ૩૮૦ ૦૦૧ ખાતે તા. ૧૬ જુલાઈ ૨૦૨૪ ને મંગળવારના રોજ ૧૧ કલાકે ડાક અદાલત અને ૧૨ કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપા વસેવાઓ અને પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

ટપાલ સેવા સબંધી અદાલતમાં રજુ કરવાનો ફરિયાદો આસિસ્ટંટ ડાયરેકટર પોસ્ટલ સર્વિસીઝ (કંપ્લેઈન્ટ ઓફિસર), કેપ્લેઈન્ટ સેસન મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ-૩૮૦ ૦૦૧ અને પેન્શનને લગતી ફરિયાદો આસિસ્ટન્ટ ડાયરેકટર પોસ્ટલ સર્વિસીઝ, પેન્શન સેક્સન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ ની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ-૩૮૦ ૦૦૧ ને મોડામાં મોડી તારીખ ૧૧ જુલાઈ ૨૦૨૪ ને ગુરુવાર સુધીમા મળી જાય તે રીતે મોકલવાની રહશે.નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ.ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે.નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!