google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratનેત્રંગ - અંકલેશ્વર રોડ ઉપર પડેલા ખાડાઓ પુરવામા નકરી વેઠ ઉતારતુ તંત્ર

નેત્રંગ – અંકલેશ્વર રોડ ઉપર પડેલા ખાડાઓ પુરવામા નકરી વેઠ ઉતારતુ તંત્ર

- સાત સાત વર્ષથી પ્રજા આ માર્ગથી તોબા પોકારી ઉઠી છે : નવા રોડ રસ્તાઓનુ નિરીક્ષણ કરતા પદાધિકારીઓ આ બાબતે પણ ધ્યાન આપશે ખરા?

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ – વાલીઆ – અંકલેશ્વરને જોડતો રાજય ધોરીમાર્ગ ઉપર ઠેર ઠેર સાત સાત વર્ષથી ખાડાઓ માંથી મહા મુસીબત વાહન ધારકોથી લઈને આમ રાહદારીઓએ પસાર થવુ પડતુ હોવાથી પ્રજા તોબા પોકારી ઉઠી છે.તેવા સંજોગોમા ચોમાસની સિઝન શરૂ થતા જ એક બે ફુટ ઉડા ખાડાઓમાં પાણી ભરાતા વધુ પરેશાની ભોગવતી પ્રજા અકસ્માતનો ભોગ બની રહી હોવાને લઈને તાજેતરમાં કેટલાક વાહનધારકોએ તેમજ આમ રાહદારીઓ થકી કોઈ વાહનધારક કે સામાન્ય પ્રજા ખાડાઓમા પડી અકસ્માતમા જીવ ગુમાવી બેસે તેને ધ્યાન પર લઈને ખાડાઓથી બચવા સ્થાનિકો દ્વારા ભાજપના ઝંડા ખાડાઓમા ઉભા કરી તંત્ર સામે રોષ વ્યક્ત કરાતા માર્ગ અને મકાન વિભાગ થકી ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.તેમા પણ નકરી વેઠીયાવારી કામગીરી ચાલી રહી છે.જયા જીવલેણ ખાડાઓ પડેલા છે.તેવાને તેવાજ રાખવામા આવ્યા છે.ઓછા વતા ખાડાઓમા મેટલ માટી પુરાણ કરવામા આવી રહી છે.કોઈપણ જવાબદાર અધિકારીઓ આ કામગીરી દરમ્યાન નજરે પડતા નથી. ત્યારે ચોમાસાની સિઝનમા જીવલેણ ખાડાઓને લઈને કોઈક મોટો અકસ્માત થાયને કોઈનો જીવ જાઈ તે પહેલા જ તંત્ર થકી નકર કામગીરી કરાવવામાં આવે તેવુ પ્રજામા ચર્ચાઈ રહ્યુ છે.નવા બનતા રોડ રસ્તાઓનુ નિરીક્ષણ કરતા પદાધિકારીઓ આ બાબતે પણ ચોક્કસ ધ્યાન આપે તેવુ પ્રજા ઈચ્છી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!