google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratવાગરા તાલુકાના ૭ ગામોમાં વીજ કંપનીના દરોડા : જોડાણમાં લંગર અને મીટર...

વાગરા તાલુકાના ૭ ગામોમાં વીજ કંપનીના દરોડા : જોડાણમાં લંગર અને મીટર બાયપાસ કરી આચરતી ૩૪ લાખની વીજ ચોરી ઝડપાઈ

- વિજિલન્સ અને સ્થાનિક ૫૨ ટીમોએ ૬૦ પોલીસ જવાનોને સાથે રાખી ૧,૬૦૦ વીજ કનેક્શન કર્યા ચેક

ભરૂચ,

વાગરા તાલુકાના ૭ ગામોમાં વીજ કંપનીની ૫૧ ટીમોએ ૬૦ પોલીસ જવાનો સાથે ત્રાટકી ૧,૬૦૯ જોડાણની તપાસમાં ૪૭ માંથી ૩૪ લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી.

ભરૂચ જીલ્લાના આમોદ,જંબુસર બાદ આજે ગુરૂવારે વહેલી સવારે દક્ષિણ ગુજરાતનું વિજિલન્સ વિભાગ અને સ્થાનિક વીજ તંત્ર વાગરામાં ત્રાટક્યું હતું.DGVCL સુરત વિજિલન્સ સુપ્રિટેન્ડન્ટ જી.બી. પટેલની રાહબરીમાં ભરૂચ સર્કલ સહિતની ૫૧ ટીમોએ વાગરાના ૭ તાલુકામાં તપાસ હાથધરી હતી.વીજ ચેકીંગમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને ખલેલ રહિત તપાસ માટે ૬૦ પોલીસ જવાનોને પણ બડોબસ્તમાં જોડવામાં આવ્યા હતા.છ કલાકથી વધુ ચાલેલા દરોડામાં ૧૬૦૦ વીજ જોડાણોની તપાસ કરાઈ હતી.જેમાં ૪૭ માંથી લંગર નાખી તેમજ સર્વિસ બાયપાસ કરી સીધી આચરાતી વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી.વીજ ચોરી બદલ ૪૭ કેસોમાં ૩૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.વાગરા પંથકના ગામોમાં વીજ કંપનીના દરોડાને લઈ વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ સાથે નાસભાગ મચી ગઈ હતી. જંબુસર,આમોદ અને હવે વાગરા તાલુકામાં વીજ કંપનીના દરોડામાં અત્યાર સુધી એક કરોડ ઉપરાંતની વીજ ચોરી બહાર આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!