google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeઅંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રાષ્ટ્રીય પક્ષીઓના મૃતદેહને જમીનમાં દાટી દેવાનું કૃત્ય બહાર આવતા...

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રાષ્ટ્રીય પક્ષીઓના મૃતદેહને જમીનમાં દાટી દેવાનું કૃત્ય બહાર આવતા વન વિભાગ દોડતું થયું

- સામાજિક સંસ્થાની ફરિયાદના પગલે વન વિભાગ દ્વારા તપાસ કરતા બે નર જાતિના મોર અને એક ઢેલના મૃતદેહ મળી આવ્યા - વનવિભાગે મૃતદેહનો કબ્જો મેળવી મોરના મોત પાછળ કારણ શોધવા પ્રયાસ શરૂ કર્યા : મૃતદેહોના નિકાલ કરવાના પ્રયાસ કરવામાં દાટી દેવામાં આવ્યા હોવાની પ્રાથમિક શંકા

અંકલેશ્વર,
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની એક કંપનીના કમ્પાઉન્ડની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટ માંથી જમીનમાં દાટવામાં આવેલા રાષ્ટ્રીય પક્ષીઓના મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું અને મૃતદેહોને બહાર કાઢી તેનો કબ્જો મેળવી મોત પાછળ ક્યાં કારણો છે તે શોધવાના પ્રયાસો શરુ કરી તપાસ હાથ ધરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ફીકોમ ચોકડી નજીક આવેલ રાલીઝ ઈન્ડિયા કંપનીનાં કમ્પાઉન્ડની બાજુનાં ખુલ્લા પ્લોટમાં મોરોના મૃતદેહોને જમીનમાં દાટવામાં આવ્યા હોવાની માહિતી પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્ય હરેશભાઈ પરમારને મળતા સંસ્થા દ્વારા પ્રાથમિક તપાસ અર્થે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યાર બાદ વન વિભાગને માહિતી આપવામાં આવી હતી.જે માહિતીના આધારે વન વિભાગ દ્વારા બતાવેલ સ્થળ ઉપર તપાસ અને ખોદકામ કરતા જમીન માંથી બે નર જાતિના મોર અને એક ઢેલ એમ ત્રણ રાષ્ટ્રીય પક્ષીઓના મૃતદેહો મળી આવતા તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.રાષ્ટ્રીય પક્ષીઓના મૃત્યુના કારણો અને કૃત્ય કરનારાઓની શંકાના આધારે આસપાસના એકમોમાં તપાસ કરવામાં આવી રહી છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે ઓદ્યોગિક એકમ વિસ્તારમાં આપણા રાષ્ટ્રીય પક્ષી એવા મોરોના મૃત્યુ અને આ કૃત્યુને છુપાવવા તેને જમીનમાં દાંટી દેવાની ઘટનાની મળેલ માહિતી બાદ અમોએ બનાવના સ્થળ તપાસ કરી પુરતી માહિતી મેળવી હતી અને તે માહિતી સલગ્ન વન વિભાગને આપી હતી.સંભવિત કૃત્ય કરનારાઓ બાબતેની અમારી શંકાઓ વનવિભાગને જણાવી છે અને અમોને આશા છે કે યોગ્ય તપાસ થશે અને ગુનેગારો સામે પગલા લેવામાં આવશે.
તો બીજી બાજુ વન વિભાગ અને આરએફઓ નો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેઓનો સંપર્ક થયો ન હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે જમીન માંથી મળી આવેલ મોર અને ઢેલના મૃતદેહ ને જોતા થોડાક દિવસો અગાઉ જ આ મૃતદેહોને જમીનમાં દાટવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.ત્યારે મૃત્યુ પામેલ મોર અને ઢેલને વન વિભાગ ને જાણ કર્યા વગર જમીનમાં દાંટી દેવાની ઘટનાના પગલે અનેક શંકાઓ સેવાઈ રહી છે ત્યારે વન વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે અને આવું કૃત્ય કરનાર તત્ત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!