ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાનાં પાનોલી ગામમાં ૬૮ પૈકી ૫૬ જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભષ્ટાચાર સાથે કૌભાંડ થયું હોવા અંગે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અનિલ પરમાર દ્વારા ટીડીઓને રજૂઆત કરી જવાબદારો સાથે પગલાં લેવા માંગ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પાનોલી ગ્રામ પંચાયતના સભ્ય અને સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ અનિલ પરમાર દ્વારા અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી મયુરી ગાઈનને એક રજૂઆત કરવામાં આવી છે.જેમાં જણાવ્યા અનુસાર પાનોલી ગામમાં પ્રધાન મંત્રી આવાસ યોજના વર્ષ ૨૦૨૨-૨૩ ના બાંધકામ અને રકમની ફાળવણીમાં અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટર સાથે સાંઠગાંઠ રાખી મોટાપાયે ભષ્ટાચાર આચરવામાં આવ્યો હોવા સહિત હલકી કક્ષાના આવાસો બનાવી ગરીબ લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ કરાયા છે.હલકી ગુણવત્તાને પગલે આ આવાસોમાં રહેવાથી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા સાથે રકમની ફાળવણી તેમજ ચૂકવીમાં પણ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.સાથે જવાબદારો સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે.તો બીજી તરફ TDO એ રજૂઆતને ધ્યાનમાં લઈ વિગતવાર તપાસના આદેશ આપવા સાથે ટિમ બનાવી તપાસ કરવાની ખાતરી આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફાળવણી,પેમેન્ટ સહિતમાં કૌભાંડ જણાશે તો પગલાં ભરવાની પણ ખાતરી આપી હતી.