google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પ્રસાદી માટે ભરૂચ ઈસ્કોનમાં તૈયારીઓ શરુ

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પ્રસાદી માટે ભરૂચ ઈસ્કોનમાં તૈયારીઓ શરુ

- ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તોને પ્રસાદી આપવા માટે ઈસ્કોન મંદિરે પ્રસાદી બનાવવામાં લોકો જોડાયા - ભગવાન જગન્નાથની ત્રણ સ્થળોએ થી નીકળશે રથયાત્રા

ભરૂચ,
ભરૂચ જીલ્લામાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્યાએ નીકળતા હોય છે અને ભરૂચમાં ત્રણ સ્થળોએ ભગવાન જગન્નાથની યાત્રાને લઈને ઈસ્કોન મંદિરે ભગવાન જગન્નાથના રથની તૈયારી સાથે હજારો ભક્તો માટે પ્રસાદી તૈયાર કરવામાં આવી રહી છે અને સાથે હરિભક્તો પણ જોડાયા છે.
ભરૂચ શહેરમાં ઈસ્કોન ભરૂચ દ્વારા ભગવાન જગન્નાથ ની રથયાત્રાનું આયોજન કરાઈ છે.જેમાં રથયાત્રા અષાઢી બીજના દિવસે બપોરે ૩ કલાકે શીતલ સર્કલથી ભગવાન જગન્નાથના રથને ખેંચી પ્રયાણ કરશે અને જે યાત્રા કસક સર્કલ,મકતમપુર રોડ,જ્યોતિનગર,તુલસીધામ,ચામુંડા મંદિર,ઝાડેશ્વર બસ સ્ટેન્ડ થઈને કેજીએમ હાઈસ્કૂલ પર સાંજે ૭ કલાકે પૂર્ણાહુતિ કરવામાં આવશે અને સાંજે ભગવાન જગન્નાથની આરતી તેમજ હજારોની સંખ્યામાં ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવનાર છે.
રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સાંઠા પ્રસાદમાં જેમાં ૨૫૦ થી પણ વધુ ભક્તો પ્રસાદ બનાવવામાં મદદરૂપ થયા હતા.ભરૂચ ઈસ્કોનના અધ્યક્ષ ચૈતન્ય મહાપ્રભુ દાસ દ્વારા ભરૂચની જનતાને રથયાત્રામાં લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!