(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
આજે રાજપીપલા ખાતે નર્મદા તથા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલનની મીટીંગ તથા પ્રેસ કોન્ફરન્સ ખાતે યોજાઈ હતી.જે પ્રેસ કોન્ફ્રન્સમા દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ તથા છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા?જેમા કોંગ્રેસ દ્વારા ઈલેક્ટ્રોલ બોન્ડનો મુદ્દો ઉછળ્યો હતો. ઉમેદવાર સુખરામ રાઠવાએ ભાજપા સામે આકરા પ્રહારો કર્યા હતા.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલની ઉપસ્થિતિ મા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમા કોંગ્રેસે ઈલેક્ટ્રોલ બોન્ડનો મુદ્દો ખાસ ઉછળ્યો હતો.જેમાં “ચન્દા દો ધંધા લો,કોન્ટ્રાકટ લો ઓર લાંચ દો” ભાજપાનું સ્લોગનને ટાર્ગેટ કરી ભાજપા ઉપર આકરા પ્રહારો કર્યા હતા.જેમાં ઈલેક્ટ્રોલ ફંડ ભાજપાનું દેશનું સૌથી મોટુ કૌભાંડ હોવાનું જણાવી જિલ્લા પ્રમુખ પ્રફુલ પટેલે ભાજપાનું ઈલેક્ટ્રોલ બોન્ડને સુપ્રીમ કોર્ટે ગેર બંધારણીય બનાવ્યું છે.એમ જણાવી દેશની આમ જનતાને ભાજપાનું ઈલેક્ટ્રોલ બોન્ડનું કેટલું મોટુ કૌભાંડ કર્યું છે એની જાણ જનતા સુધી પહોંચે એ અમારો ઉદ્દેશ હોવાનું જણાવ્યું હતું.
પ્રેસ કોન્ફરન્સમા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ગામડે ગામડે જઈને આ વાત લોકો સુધી પહોંચાડશે. ભાજપેઆ માહિતી છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો.
કોંગ્રેસે ભાજપા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આ સરકાર લોકોને ભ્રમિત કરીને સત્તામા આવી છે.ભાજપે આવા ભ્રષ્ટાચાર કરીને કરોડોના કાર્યાલયો બનાવ્યા છે.વીજળી,પાણી તમામ બાબતે ભાજપાની સરકાર નિષ્ફ્ળ ગઈ છે.ઈડી, સીબીઆઈ, આઈબી નો દુરુપયોગ કરી રાજકીય હરિફોને ખતમ કરવાનું ભાજપાનું ષડયંત્ર હોવાનું પણ જણાવ્યું હતું.
લોકશાહીને બચાવવાના વિરોધ પક્ષ જરૂરી છે ત્યારે
વિરોધ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદોને ઇલેક્ટ્રોલ બોન્ડના નાણા માંથી ભ્રષ્ટાચાર કરીને ખરીદવાનું કામ કર્યું છે એને કોંગ્રેસ સખ્ત શબ્દો મા વખોડે છે.જે મોટી કંપનીઓએ દાન કર્યું છે એમાં પારદર્શિતા નથી.સુપ્રીમ કોર્ટની ફટકાર પછી ભાજપા કોણે કેટલા નાણાં આપ્યા તેની માહિતી આપવાની ભાજપાને ફરજ પડી છે.ભાજપા કોંગ્રેસનો અવાજ દબાવવાનું કામ કરે છે.ભાજપા રામ રાજ્યની વાતો કરી સત્તામા આવેલી પાર્ટી છે.એમની કથની અને કરણીમા ફેર છે.
તો છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે અમે અમારા લોકસભા વિસ્તારમા યુવાનોના,ખેડૂતોના,શિક્ષણના પ્રશ્નો,સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકો નથી. આદિવાસી વિસ્તાર શિક્ષણથી વંચિત રહ્યો છે અમે આ મુદ્દા લઈને મતદારો સુધી જઈશું
કોંગ્રેસ અને આપના ઈન્ડિયા ગઠ બંધનથી ભાજપા બાવરું બન્યું છે.એને કારણે ઉમેદવારો બદલવા પડે છે.એ ખેદની વાત છે
આપના ગઠબંધનથી કોંગ્રેસ ને મોટો ફાયદો થશેએમ જણાવી સુખરામ રાઠવાએ 100% છોટાઉદેપુર સીટ કોંગ્રેસ જીતશે એવો ઉમેદવાર આશાવાદ વ્યક્ત કર્યો હતો.
રાજપીપલા મા બંધ પડેલી રેલ્વે લાઈન ચાલુ કરવાના મુદ્દે જણાવ્યું હતું કે કોંગ્રેસના અહેમદ પટેલ અને નારણ રાઠવાના વખતમા ચાલુ થયેલી રાજા રજવાડા વખતની રાજપીપળા અંકલેશ્વર રેલ્વે લાઈન ભાજપના રાજમાંબંધ પડી છે.ત્યારે આ રેલ્વે લાઈન પુનઃ ચાલુ કરવાના મારાં પ્રયાસો રહેશે.