ભરૂચ,
ભરૂચ ખાતે હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા ત્રિદિવસીય ધ્યાનોત્સવ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે.આમાં જય વસાવડા,કાજલ ઓઝા વૈદ, પ્રોફેસર લલિતચંદે તેમજ કેજલ કંસારા જેવા વક્તાઓ પોતાનું વક્તવ્ય આપનાર છે.પોતાની રોજિંદા જીવનમાં હાર્ટફૂલનેસ ધ્યાનની વિવિધ પદ્ધતિઓ અને ક્રિયાઓ કેવી રીતે આપણને ઉપયોગી નિવડે છે તે બાબત થિયરી અને એને પ્રેક્ટીકલ દ્વારા બતાવવામાં આવનાર છે.આ સંદર્ભે એક પત્રકાર પરિષદનું આયોજન કોલેજ રોડ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં ભાવિનભાઈ પટેલ, પ્રીતિબેન મોદી,ડૉ.વિવેક વાઘેલા,શૈલેષભાઈ દવે,સાગરભાઈ ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી હતી કે ધ્યાનોત્સવનું પ્રથમ સત્ર તારીખ ૨૭ મી જાન્યુઆરીના રોજ જય વસવાડા, બીજું અને ત્રીજું સત્ર ૨૮ મી જાન્યુઆરીના રોજ કાજલ ઓઝા વૈધ અને પ્રો. લલિત ચંદે ની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલું છે.જે સત્ર અંદાજે ત્રણ કલાકના રહેશે.સંપૂર્ણ લાભ માટે ત્રણેય સત્રમાં સામેલ થવું જરૂરી છે અને બધા જ સત્રો ફ્રી છે.વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.આ કાર્યક્રમમાં ભરૂચની ઘણી બધી સંસ્થાઓ જેવી કે રોટરી ક્લબ, આરસીસી ક્લબ, લાયન્સ ક્લબ તેમજ અનેક સંસ્થાના હોદ્દેદારો તેમજ ભરૂચની અનેક હસ્તીઓ આ લોક સેવાર્થે યોજાયેલા કાર્યક્રમમાં જોડાયેલ છે જેથી જાહેર જનતાને આનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા આયોજીત ધ્યાનોત્સવ અને મનની સુખાકારીના સેશન બાબતે પત્રકાર પરિષદ યોજાઈ
- ભરૂચમાં તારીખ ૨૭ અને ૨૮ મી ના રોજ મોટીવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્ય,જય વસાવડા,પ્રો.લલિત ચંદે તેમજ ધ્યાન અંગે કેજલ કંસારા આપશે પ્રશિક્ષણ