google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratઝઘડિયાના પિપદરા ગામનું ગૌરવ : નિવૃત્ત વૃધ્ધ નાગરીકનો દોડ અને લાંબી કુદ...

ઝઘડિયાના પિપદરા ગામનું ગૌરવ : નિવૃત્ત વૃધ્ધ નાગરીકનો દોડ અને લાંબી કુદ સહિતની એથલેટિક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ

- મુંબઈ ખાતે યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાની સિનિયર સિટિઝન માટેની એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં અગ્ર ક્રમ પ્રાપ્ત કરી જીલ્લાનું નામ રોશન કર્યું

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના પિપદરા ગામે રહેતા અને હાલ નિવૃત્તિ સાથે ખેતીની પ્રવૃત્તિ કરતા એક વૃધ્ધ નાગરીકે મુંબઈ ખાતે યોજાયેલ સિનિયર સિટિઝન માટેની એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લઈ વિવિધ સ્પર્ધાઓમાં અગ્ર ક્રમ મેળવીને ઝઘડિયા તાલુકા સહિત સમગ્ર ભરૂચ જીલ્લાનું નામ રોશન કર્યું હતું.

આ અંગે મળતી વિગતો મુજબ ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના પિપદરા ગામના ભૂલાભાઈ માથુરભાઈ વસાવા ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગમાં ફરજ બજાવતા હતા.તેઓ ફરજમાંથી નિવૃતિ બાદ જીવનની પાછલી સંધ્યાએ આરામમય જીવન જીવવાને બદલે પોતાના વંશ પરંપરાગત વ્યવસાય ખેતીમાં પ્રવૃત્ત રહીને શ્રમ વાળું કામ કરીને શારીરિક તંદુરસ્તી જાળવી રાખી છે. હાલમાં તા.૨૬-૦૪-૨૪ ના રોજ મુંબઈ ખાતે યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાની સિનિયર સિટિઝન માટેની  ૪૩ મી ઈ ન્ડિયન માસ્ટર્સ એથલેટિક્સ સ્પર્ધામાં ભૂલાભાઈ વસાવાએ ભાગ લઈને વિવિધ સ્પર્ધાઓ પૈકી ૩ કી.મી ચાલ,૧ કિલોમીટર  દોડ, ૮૦૦ મીટર દોડ તેમજ લાંબા કુદકા જેવી સ્પર્ધાઓમાં એકથી તૃતીય ક્રમ જેવા સ્થાન મેળવીને ઝઘડિયા તાલુકા સહિત સમગ્ર ભરૂચ જીલ્લાનું નામ રોશન કર્યું હતું.

આ અગાઉ તેઓએ ચાલું સાલે ભરૂચ ખાતે યોજાયેલ જીલ્લાકક્ષાની અને મહેસાણા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈને વિજેતા બનીને મુંબઈ ખાતે યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!