ભરૂચ,
ભરૂચ જીલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા પૂરી પાડતી સંસ્થાઓએ ૪ ડિસેમ્બરના રોજ ખાનગી સુરક્ષા દિવસની ઉજવણી કરી હતી.
સેન્ટ્રલ એસોસિએશન ઓફ પ્રાઇવેટ સિક્યોરિટી ઈન્ડસ્ટ્રી (CAPSI) અને સિક્યોરિટી એસોસિએશન ઓફ ગુજરાત (SAG)ના આહવાન પર અંકલેશ્વર સ્થિત ગોરબંદ પેલેસ હોટલ ખાતે ૪૦ જેટલા વિવિધ સિક્યોરિટી એજન્સીના માલિકો ભેગા મળીને સુરક્ષા દિવસની ઉજવણી કરી હતી.યશવંત સિંહ અને પ્રમોદ પાઠકની સ્પોન્સર સહાયથી ઓ.પી.સિંઘે મંચનું સંચાલન કર્યું હતું.કાર્યક્રમના મુખ્ય મહેમાન એચઆર નિષ્ણાત કમલ નાયકજીએ સરકારી નિયમોનું પુરે પુરુ પાલન કરીને સુરક્ષા કર્મચારીઓના જીવનમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા સૂચનો આપ્યા હતા.
અતિથિ વિશેષ મુકેશ મહેતા રશ્મિકા મિનરલ્સ એન્ડ કેમિકલ્સ પાનોલીના યુનિટ હેડ સિક્યુરીટી ગાર્ડની પ્રશંસા કરતા જણાવ્યું કે જ્યારે અમે ફેક્ટરી છોડીને ઘરે જઈએ છીએ ત્યારે અમે તમારા પર વિશ્વાસ કરીએ છીએ આ વિશ્વાસ ખૂબ જ ઊંડો છે.
લુપિન લિમિટેડ અંકલેશ્વરના સુરક્ષા અને એડમિન હેડ ચેતન રાઠોડે ભારતની ઔદ્યોગિક ક્રાંતિમાં ખાનગી સુરક્ષા રક્ષકોની ભૂમિકા અને કારકિર્દીની સંભાવનાઓ પર ભાર મૂકતા,તેમણે કહ્યું કે સરકારી સુરક્ષા કર્મચારીઓ પાસે સત્તા અને શસ્ત્રો બંને છે.પરંતુ તમારી પાસે ફક્ત તમારી માનસિક અને તાર્કિક શક્તિ છે જે તમને સફળ બનાવવામાં મદદ કરશે.
ખાનગી સુરક્ષા દિવસ નિમિત્તે આવેલા તમામ મહેમાનો,વિશેષ મહેમાનો,હોટેલ સ્ટાફ અને પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાનો આભાર વ્યક્ત કરતાં ઓ.પી.સિંઘે ખાનગી સુરક્ષા માલિકોને CAPSI, SAG માં જોડાવા હાંકલ કરી હતી.